અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, અપાશે હેરિટેજ લુક

Kalupur railway station
Kalupur railway station

દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધાવધારવાની સાથે કાયાપલટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેથી આગામી સમયમાં રેલવે સ્ટેશન પર ઉતરનારા મુસાફરોને હવે હેરિટેજ સિટી જેવો અનુભવ પ્લેટફોર્મ પર જ થશે.

Kalupur railway station

દેશના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદનું રેલવે સ્ટેશન પણ હવે હેરિટેજલુકમાં જોવા મળશે. નવો લુક આપવા માટેનું સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે જેના કારણે પ્લેટફોર્મ નંબર 1ને રિનોવેશન માટે 2 જાન્યુઆરીથી 50 દિવસ બંધ રાખવામાં આવશે. અને આ પ્લેટફોર્મ પાર આવનાર 22 ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પણ ડાયવર્ટ કરાશે જેના કારણે સ્ટેશન પર પ્રતિ દિવસ આવનાર 105 ટ્રેનો પણ પ્રભાવિત થશે. જ્યારે વડોદરાથી આવનારા મેમુ અને ડેમુ ટ્રેનોને વટવા અને સાબરમતી સુધી સ્ટોપેજ આપવામાં આવશે.

READ  CPMની વિરુદ્ધમાં એક શબ્દ પણ નહીં બોલું: રાહુલ ગાંધી

અમદાવાદ સ્ટેશનની પણ કાયાપલટ કરવાની કવાયત શરુ થઇ ગઈ છે જેથી રેલવે સ્ટેશન ઉપર ઉતરતાની સાથેજ મુસાફરોને હેરીટેજ સીટીનો અનુભવ કરાવી શકાય. નવા લુક માટે પ્લેટ ફોર્મ નંબર એક પર નવા બદલાવ કરવામાં આવશે. આમાં દિવાલો ઉપર જીઆરસીની જાળીઓ લગાવવામા આવશે સાથે તેમા લાઇટો લગાવાશે. જેનો વિશેષ અવસરો ઉપર ઉપયોગ કરી શકાય. પ્લેટફોર્મ ઉપર ગ્રેનાઇટનો ઉપયોગ કરાશે. સાથે દિવ્યાંગો માટે અનુકુળ એવી ગાઇડીંગ ટાઇલ્સ લગાવવામા આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી પ્લેટફોર્મ નબંર 1 ઉપરથી રાજધાની એક્સપ્રેસ ચાલતી ન હતી પણ નવા લુક બાદ અહીથી રાજધાની એક્સપ્રેસ પણ ચાલશે.

READ  CBI કોર્ટે અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા, જુઓ VIDEO

સ્ટેશનના નવા રંગરૂપ માટે 30 કરોડને ખર્ચે નવા આકર્ષણો

 તૈયાર થશે

રેલવે સ્ટેશનને નવો લુક આપવા માટે 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનુ કામ 50 દિવસમાં પુર્ણ થશે. પ્લેટફોર્મ નબંર-1નુ કામ પુર્ણ થયા બાદ પ્લેટફોર્મ નંબર -8 નુ કામ હાથ ધરાશે. અહી રેલવે મ્યુઝિયમને વિકસાવાશે. તો 31 ડીસેમ્બરથી 100 ફુટ ઉચો તિરંગો ધ્વજ પણ લગાવવામા આવશે. જેની આસપાસ રંગબેરંગી લાઇટો લગાવવામા આવશે. રેલવે સ્ટેશનના એક્ઝીટ પોઇન્ટને દિલ્લી દરવાજા અને ત્રણ દરવાજા જેવો લુક પણ અપાશે તો બસ સ્ટેન્ડ માટે પણ રેલવે વિભાગ જગ્યા આપશે જ્યા અત્યાધુનિક બસ પોર્ટ બનશે. 

આમ 50 દિવસમાં રેલવેનો કામ પુર્ણ થયા બાદ પ્લેટફોર્મના ઉદ્ઘાટન માટે રેલ્વેપ્રધાન પિયુષ ગોયલ અમદાવાદ આવી શકે છે.

READ  BRTS બસ અકસ્માતમાં 2 ભાઈનો ગયો હતો જીવ, FSL રિપોર્ટમાં થયો મોટો ખૂલાસો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=360]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments