VIDEO: મુંબઈમાં આધેડે કર્યો આપઘાતનો ડ્રામા! ગળે ફાંસો લગાવી બ્રિજ પરથી મારી છલાંગ !

Kalwa Man attempts suicide by hanging self from a bridge Thane

થાણેમાં એક બ્રિજ પર ચઢી ગયેલા આધેડ વ્યક્તિએ ભારે કરી.. થાણેના કલવામાં એક આધેડ બ્રિજ પર ચઢી ગયો અને ગળે ફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડ ગળે ફાંસો લગાવી બ્રિજ પરથી નીચે કુદી પડ્યો હતો. થોડીવારમાં માટે તો ત્યાં ઉભેલા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકો આધેડને બચાવવા બુમાબુમ કરવા માંડ્યા અને જો સમયસર મદદ ન મળે તો તેનો જીવ જાય તેમ હતુ.

READ  આ હોટલમાં જઈ 'પાકિસ્તાન મુર્દાબાદ' બોલો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો: VIDEO: BRTS રૂટમાં પ્રવેશતાં પહેલા સાવધાન, રૂટમાં પ્રવેશેલો સરકારી વાહનચાલક દંડાયો

પરંતુ સ્થાનિકો અને થાણે ટ્રાફિક પોલીસની મદદથી નજીકમાં ઉભેલુ હાઈડ્રા મશીન કામે લગાવવામાં આવ્યું અને મશીનની મદદથી આધેડને સહીસલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભગવાન કાંબલે નામના આ વ્યક્તિએ હાલમાં જ દીકરો ગુમાવ્યો હતો. જેને કારણે તેણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર, 20 થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments