જાણો નાથૂરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પછી કમલ હસને શું કહ્યું

નાથૂરામ ગોડસેને આઝાદ ભારતના પ્રથમ આતંકી કહેવાના નિવેદન પર વિવાદોમાં રહેલા કમલ હસનને કહ્યું કે મેં એ જ કહ્યું છે જે ઐતિહાસિક સત્ય હતું. ફિલ્મી દુનિયામાંથી રાજકારણમાં આવેલા હસને તેમના વિરોધીઓને સાચા આરોપો લગાવવા કહ્યું અને પુછ્યુ કે રાજનીતિમાં આવવાથી શું તે સમાજના એક જ તબક્કાની વાત કરે.

ઉલ્લેખનીય છે કે નાથૂરામ ગોડસેના નિવેદન પછી તમામ હિન્દૂ સંગઠનો અને ભાજપે તેમની આલોચના કરી હતી. કમલ હસનના નિવેદનથી થયેલા વિવાદ વચ્ચે મદુરૈની નજીક તિરૂપુરકુંદરમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું કે મે કહ્યું તેના થી તે નારાજ થઈ ગયા. મેં જે પણ કહ્યું તે ઐતિહાસિક સત્ય છે. મેં કોઈની પાસે ઝઘડવા માટે નથી કહ્યું .

 

તેમને કહ્યું કે મેં હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી. મારા પરિવારમાં પણ ઘણાં હિન્દુ છે. મારી દીકરી પણ હિન્દુ ધર્મને માને છે. જણાવી દઈએ કે અભિનેતાથી નેતા બનેલા કમલ હસને એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો. મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે તરફ ઈશારો કરતા હસને કહ્યું હતું કે તે એક હિન્દુ આતંકી હતો .

આ પણ વાંચો: SPL: ઝાલાવડ રોયલ્સ સામે સોરઠ લાયન્સનો 8 વિકેટે વિજય

 

Surat Fire: Death toll in fire at at a coaching centre in Sarthana area rises to 21- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

SPL: ઝાલાવડ રોયલ્સ સામે સોરઠ લાયન્સનો 8 વિકેટે વિજય

Read Next

ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ

WhatsApp chat