એક્શનમાં કમલનાથ! CM બનવાના કલાકોમાં જ યુવાનો માટે લીધો મહત્ત્વનો નિર્ણય!

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદ માટેના શપથ લીધા બાદ થોડા કલાકોમાં કમલનાથે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા વાયદાઓના અનુરૂપ નિર્ણય લીધો. જેમાં તેમણે ખેડૂતોનું રૂપિયા 2 લાખ સુધીનું દેવું માફ કરવાની ફાઈલને મંજૂર કરી દીધી. 

મુખ્યપ્રધાન કમલનાથે કોંગ્રેસના ઘોષણાપત્ર ‘વચનપત્રના લોકહિત પરના અન્ય બિંદુઓ’ પર પણ પહેલા જ દિવસે નિર્ણય લીધો.

પ્રદેશ (સ્થાનિક) યુવાઓને વધુમાં વધુ રોજગારી મળી રહે તે આશયથી ઉદ્યોગ સંવર્ધન નીતિ 2018 તેમજ MSME વિકાસ નીતિ 2017માં સંશોધનનો નિર્ણય લીધો. સંશોધનને અનુરૂપ કમલનાથે કહ્યું,

“રોકાણ માટે છૂટ આપવાની અમારી ઔદ્યોગિક નીતિ એ જ ઉદ્યોગો માટે હશે જ્યાં 70 ટકા રોજગાર મધ્યપ્રદેશના યુવાનોને આપવામાં આવશે.”

વધુમાં કમલનાથે કહ્યું,

“ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી લોકો અહીં આવે છે પરંતુ સ્થાનિક લોકોને જ નોકરી નથી મળતી. મેં આ નીતિ પર સહી કરી દીધી છે. “

મખ્યપ્રધાન બન્યા બાદ થોડા જ સમયમાં કમલનાથે મહત્ત્વના નિર્ણયો લીધા અને જાહેરાતો કરી:

આ પણ વાંચો: પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

  • 2 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ
  • મધ્ય પ્રદેશમાં કન્યા વિવાહ અને નિકાહ યોજનાની અનુદાનની રકમ 28 હજારથી વધારીને 51 હજાર કરાઈ
  • પ્રદેશમાં ટેક્સટાઈલ-ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો વધારવા ટેક્સટાઈલ-ગારમેન્ટ પાર્કની સ્થાપના
  • સરકારી પરિસરોમાં RSSની શાખાઓ લાગવા પર લગાશે પ્રતિબંધ. કમલનાથે કહ્યું, “અમે તે જ કહ્યું કે જે ગુજરાત અને કેન્દ્ર સરકારનો નિર્ણય અને નિયમ છે.”
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ્સમાંથી 114 સીટ્સ જીતી 15 વર્ષો બાદ સત્તા પર આવી છે. જોકે બહુમતની સંખ્યા 116થી 2 સીટ દૂર રહેતા કોંગ્રેસને બસપાની 2, સપાની 1 અને 4 નિર્દળીય ધારાસભ્યો સહિત કુલ 121 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. મધ્યપ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે કમલનાથે સોમવારે બપોરે શપથગ્રહણ કર્યાં. કમલનાથ પોતાના મંત્રીમંડળની પસંદગી પછીથી કરશે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Halvad: 3 held for smuggling of liquor in car's bonnet| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

માનવતા થઇ શર્મસાર, એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દિવસભર મૃતદેહો રઝળતા રહ્યા

Read Next

ગુજરાતના બહુચર્ચિત લોકરક્ષક દળ પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

WhatsApp પર સમાચાર