અમેરિકી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થઈ શકે છે ભારતીય મૂળની કમલા હેરિસ!

‘ફીમેલ ઓબામા’ નામથી જાણીતી કમલા અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં નોંધાવશે ઉમેદવારી?

Kamala Harris
Kamala Harris

 

વૉશિંગટન: ત્રણ ડિસેમ્બરે ભારતીય મૂળની અમેરિકી સેનેટર કમલા હેરિસ કહ્યું કે ક્રિસમસની રજાઓ દરમિયાન તે નિર્ણય લેશે કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે પોતાનું નસીબ અજમાવે કે નહીં. 54 વર્ષીય હેરિસે વધુમાં એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દાવેદારી નોંધાવવી કે નહીં તે નિર્ણય તે સંપૂર્ણ રીતે તેના પરિવારનો નિર્ણય હશે. હેરિસે સાન ફ્રાંસિસ્કોમાં યોજાયેલા એક સમારંભ દરમિયાન આ વાત કરી.

અમેરિકી ન્યૂઝપેપર પોલિટિકો ન્યૂઝની ખબર પ્રમાણે, તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સામે એક મજબૂત ઉમેદવાર બની શકે છે. આ ન્યૂઝપેપર દ્વારા ડેમોક્રેટિક વોટર્સમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પરિણામ સ્વરૂપે કમલા હેરિસ પાંચમા સ્થાન પર રહીં.

કેલિફોર્નિયાના ઑકલેન્ડમાં જન્મેલી હેરિસના માતા ભારતીય મૂળના હતા જેઓ વર્ષ 1960માં ચેન્નાઈથી અમેરિકા આવી ગયા હતા. જ્યારે કે તેમના પિતા જમૈકાઈ-અમેરિકી મૂળના હતા.

‘ફીમેલ ઓબામા’ નામથી બની જાણીતી

બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન હેરિસ ‘ફીમેલ ઓબામા’ નામથી ખૂબ ચર્ચામાં રહી. તેને ઓબામાની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. ઓબામા રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે વિવિધ ચૂંટણીમાં હેરિસના વખાણ કર્યા હતા. તેઓ વર્ષ 2016માં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે સેનેટ સભ્ય તરીકે પસંદગી પામ્યા હતા.

Tulsi Gabbard
Tulsi Gabbard

તુલસી ગબાર્ડ પણ લડી શકે છે ચૂંટણી

અમેરિકાની સૌપ્રથમ હિંદૂ સાંસદ તુલસી ગબાર્ડ પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દાવેદારી નોંધાવી શકે છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tapi: 2 children died in accident between bus and pick-up van on Vyara-Mandvi road- Tv9

FB Comments

Hits: 159

Comments are closed, but trackbacks and pingbacks are open.