25 ડિસેમ્બરના રોજ શપથ લેશે કમલનાથના મંત્રીઓ! આ નામોની છે ચર્ચા…

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મધ્યપ્રદેશની કમલનાથ સરકારના મંત્રીઓનું લિસ્ટ ફાઈનલ થઈ ચૂક્યું છે અને આ તમામ 25 ડિસેમ્બરે શપથ લેશે. 

શનિવારે આ અંગે જ કમલનાથ અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી. મંત્રીમંડળના નામોને લઈને હજી સુધી કોઈ અધિકારીક જાહેરાત નથી કરાઈ. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યે યોજાનારા સમારંભમાં 22 મંત્રી શપથ લેશે.

મંત્રીમંડળમાં ક્ષેત્રીય સંતુલનનું પણ ધ્યાન રાખવામાં આવશે. મનાઈ રહ્યું છે કે માલવા-નિમાડ ક્ષેત્રનો કેબિનેટમાં દબદબો રહેશે જ્યાં કોંગ્રેસે સૌથી વધુ સીટ્સ પણ જીતી છે.

ભોપાલના આરિફ અકીલ અને પીસી શર્માને મંત્રી બનાવવાના સમાચાર છે. ત્યાં ઈન્દોરના જીતૂ પટવારી અને તુલસી સિલાવટને પદ મળી શકે છે. આરિફ દિગ્વિજય સરકારમાં લઘુમતીઓના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ભોપાલ ઉત્તરથી 5 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: 31 ડિસેમ્બર 2018 ના અડધી રાતથી જ આટલાં ફોન પર બંધ થઈ જશે WhatsApp, તમારી પાસે તો નથીને આ ફોન

READ  બિનસચિવાલય પરીક્ષા વિવાદ: આંદોલનને કોંગ્રેસે આપ્યું સમર્થન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પરીક્ષાર્થીઓ વચ્ચે પહોંચ્યા, જુઓ VIDEO

ત્રીજા મોટા શહેર જબલપુરની વાત કરીએ તો,

લખન ઘરઘોરિયા અને તરૂણ ભનોત કમલનાથ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. ગ્વાલિયરથી હાલ રેસમાં માત્ર પ્રદ્યુમન સિંહ તોમરનું નામ સામે આવી રહ્યું છે.

જૂના લોકો પર ફરીથી મૂકાશે વિશ્વાસ?

દિગ્વિજય સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઘણાં ધારાસભ્યોને મંત્રી પદ અપાઈ શકે છે. તેમાં…

પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી બાલા બચ્ચન, પૂર્વ ઉર્જા મંત્રી એન પી પ્રજાપતિ, અજય સિંહ જેવા નામ સામેલ છે. કમલનાથ પહેલા જ કહી ચૂક્યા છે પહેલી વાર વિધાનસભા પહોંચેલા ધારાસભ્યોને મંત્રી બનાવવાનો કોઈ વિચાર નથી.

ચાર નિર્દળીય ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. તેમાંથી 2 લોકોને મંત્રીપદ મળી શકે છે. તો અન્ય 2 સમર્થકોને પછીથી નિગમ સંબંધી કોઈ પદ અપાઈ શકે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

અજય સિંહના ભવિષ્ય પર શંકા

દિગ્ગજ કોંગ્રેસ નેતા અજય સિંહ પોતાના ગૃહ ક્ષેત્ર ચુરહટ વિધાનસભાથી ચૂંટણી હારી ચૂક્યા છે. મનાઈ રહ્યું છે કે તેમણે મંત્રી બનાવવામાં આવશે અને કોઈ ધારાસભ્યની સીટ ખાલી કરાઈને તેમને વિધાનસભા ચૂંટણી લડાવવામાં આવશે.

અજય સિંહ, કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન અર્જુન સિંહના દીકરા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમને ગૃહમંત્રી પણ બનાવાઈ શકે છે.

તો બીજેપીમાંથી કોંગ્રેસમાં આવનાર સંજય શર્માને મંત્રી બનાવવાની ચર્ચા છે. શર્માએ ચૂંટણી પહેલા ભાજપનો સાથ છોડી દીધો હતો. તેઓ ત્રીજી વાર ધારાસભ્ય બન્યા છે. તે ઉપરાંત,

ઈમરતી દેવી અને દિગ્વિજયના દીકરા જયવર્ધન સિંહને પણ રાજ્યમંત્રી બનાવાઈ શકે છે.

 

READ  ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ

[yop_poll id=308]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

READ  MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

FB Comments