જાણીતી મેગેઝીન Forbesની ટોપ-20 લોકોની યાદીમાં બિહારના બે નેતાઓનો પણ સમાવેશ

kanhaiya-kumar-and-prashant-kishore-named-in-forbes-top-20-list jano indian kya netao nu pan che name

જાણીતી મેગેઝીન Forbesની ટોપ-20 લોકોની યાદીમાં આ વખતે બિહારના બે નેતાઓનું પણ નામ છે. મેગેઝીને પોતાની આગામી ટોપ-20 લોકોની યાદીમાં કનૈયા કુમાર અને પ્રશાંત કિશોરના નામની યાદી કરી છે.

આ પણ વાંચોઃ નોકરીયાત વર્ગ માટે એક સમાચાર, PF પર મળતા વ્યાજદરમાં થઈ શકે છે આટલો ઘટાડો

ફોબ્સે જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને જનતા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને આગામી દશકમાં મહત્વના નિર્ણાયક નેતા ગણાવ્યા છે. આ યાદીમાં કનૈયા કુમાર 12મા સ્થાને છે અને પ્રશાંત કિશોર 16મા નંબરે છે. કનૈયા અને PKની સાથે ફોબ્સની યાદીમાં 5 અન્ય ભારતીયના નામ પણ છે.

READ  તમે તમારો આધારકાર્ડ સરકારી રેકોર્ડમાંથી દૂર કરાવી શકશો પણ થશે મોટું નુકસાન

ફોબ્સે કનૈયા કુમાર માટે લખ્યું કે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કનૈયા 32 વર્ષના એક યુવા નેતા છે અને ભવિષ્યમાં ભારતની રાજનીતિમાં મોટી ઓળખ ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે. તો પ્રશાંત કિશોર માટે લખ્યું કે, 42 વર્ષના PK રણનીતિકાર તરીકે સફળ રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સાથે, તેલંગાણામાં જગનમોહન રેડ્ડી સાથે અને મહારાષ્ટ્રમાં શિવસેનાને પણ સફળ બનાવવામાં માર્ગદર્શક રહ્યા હતા.

READ  પતિએ પત્નીને માર મારીને દહેજની માગણી કરતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

આ યાદીમાં અમેરિકાના રાજનીતિક ટિપ્પણીકાર અને કોમેડિયન હસન મિન્હાઝનું પ્રથમ નામ છે. જ્યારે 20માં નંબરે કીનિયાઈ મેરેથન ધાવક એલિઉડ કિપચોગે છે. તો સાથે હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને તૂણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા પણ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે PM મોદી પાસે NDAની તાત્કાલિક બેઠક બોલાવવાની કરી માગણી

 

 

FB Comments