ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર JNUના પૂર્વ વિદ્યાથી કનૈયા કુમારનો કટાક્ષ, કેમ બેગૂસરાયથી દૂર ભાગી રહ્યા છે ગિરીરાજ સિંહ

દેશમાં ઘણી એવી સીટો છે જ્યાં ટક્કરનો મુકાબલો થશે પણ આ વખતે જે સીટ પર બધાની નજર છે તે સીટ છે બિહારની બેગૂસરાય લોકસભા સીટ.

આ સીટ JNUના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કનૈયા કુમાર CPIની ટિકિટથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના નેતા ગિરીરાજ સિંહ લડવાના છે. કનૈયા કુમારે ટ્વિટ કરીને કહ્યું કે લોકોને જબરદસ્તી પાકિસ્તાન મોકલવાવાળા પાકિસ્તાન ટુર એન્ડ ટ્રાવેલ્સ વિભાગના વીઝા મંત્રી જી નવાદાએ બેગુસરાય મોકલવા માટે નારાજ થયા હતા.

મંત્રીજીએ કહ્યું કે બેગૂસરાયને વણક્કમ(નમસ્કાર). 2014માં સાંસદ તરીકે ચૂંટાયેલા ગિરીરાજ સિંહને આ વખતે ભાજપે બેગૂસરાયની ટિકિટ આપી છે. નવાદા સીટ ગઠબંધન હેઠળ રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ખાતે ચાલી ગઈ છે.

ત્યાર થી ગિરીરાજ સિંહ પાર્ટીથી નારાજ છે અને સતત બેગૂસરાયથી ટિકિટ મળવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે પાર્ટીના નેતૃત્વથી નારાજ છે. તેમને પુછયું કે મારી સીટ નવાદાથી બદલીને બેગૂસરાય કેમ કરી દેવામાં આવી, તેમને એ પણ કહ્યું કે 1996થી તે બેગૂસરાયથી લડવા માંગતા હતા. મને એ વાતનું દુખ છે કે મને પુછ્યા વગર મારી સીટ બદલવામાં આવી.

READ  જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી 'એક ચિડિયા અનેક ચિડિયા' બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનારા વિજયા મુલેનું નિધન

પહેલા એવું માનવામાં આવ્યું હતું કે કનૈયા કુમાર બેગૂસરાયથી મહાગઠબંધનના સંયૂક્ત ઉમેદવાર બની શકે છે પણ તેવું થયું નહી. મહગઠબંધને CPIને જગ્યા આપી નહી, ત્યારબાદ પાર્ટીએ જાતે જ કનૈયા કુમારને મેદાનમાં ઉતાર્યા.

Top 9 Entertainment News Of The Day: 22/2/2020| TV9News

FB Comments