અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની થશે શરૂઆત, પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત

Kankaria Carnival to start from Dec 25 in Ahmedabad

25 ડિસેમ્બરથી અમદાવાદમાં ભવ્યાતિભવ્ય કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત રહેશે. સુરક્ષાને લઈ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસના બંદોબસ્તની વાત કરીએ તો, કાંકરિયા કાર્નિવલમાં 1 DCP, 8 ACP, 35 PI, 110 PSI, 1600 પોલીસ જવાનો, 200 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. જ્યારે 4 પોલીસ સહાયતા કેન્દ્ર બનાવાયા છે અને 1 પોલીસ કંટ્રોલ રૂમ બનાવાયો છે. તો 20 પોડિયમ પોઇન્ટ, 3 વૉચ ટાવરથી લોકોની ગતિવિધિ પર નજર રાખવમાં આવશે.

READ  VIDEO: અમદાવાદમાં મહિલાએ 13માં માળેથી ઝંપલાવ્યું, નીચે પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેના મોત

આ પણ વાંચોઃ અમદાવાદીઓ માટે ખૂશખબર: અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક તેજસ એક્સપ્રેસ દોડશે

Image result for કાંકરિયા કાર્નિવલ

આ સિવાય 72 CCTV કેમેરાથી અને ડ્રોનથી નજર રખાશે. જ્યારે 8 ધાબા પોઇન્ટ પર પણ પોલીસ જવાનો ખડેપગે રહેશે. કાંકરિયાના તમામ ગેટ ઉપર મેટલ ડિટેક્ટર લગાવાશે. આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે C ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વૉડ પણ તૈનાત રહેશે. તો નશાખોરોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. તો પાર્કિંગને લઈ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે એક VIP પાર્કિંગ અને 10 જનરલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે કાંકરિયા કાર્નિવલમાં દરવર્ષે લાખો લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે.

READ  એક તરફી પ્રેમમાં યુવતીને બદનામ કરવા ફેક આઈડી બનાવ્યું, સાઈબર ક્રાઈમ પોલીસે કરી ધરપકડ

Related image


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments