આ 3 ક્રિકેટ દિગ્ગજોએ ભારતીય ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી કરી, જાણો ભારતીય ક્રિકેટમાં શું હતું તેમનું યોગદાન?

ભારતીય ટીમ સેમીફાઈનલમાં હારીને વિશ્વ કપ 2019માંથી બાહર થઈ ગઈ હતી, ત્યારથી એવુ લાગી રહ્યુ હતું કે રવિ શાસ્ત્રીને કોચ પદ પરથી હટાવવામાં આવશે પણ ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ કરવાનો હતો, તેને લઈને રવિ શાસ્રીનો કાર્યકાળ 45 દિવસ વધારવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવાર સાંજે રવિ શાસ્રીની પસંદગી એક વખત ફરી ભારતીય ટીમના કોચ તરીકે થઈ છે.

ત્યારે ભારતીય ટીમના કોચની પસંદગી કોણ કરે છે તે પ્રશ્ન લોકોના મનમાં થઈ રહ્યો છે. ભારતીય ટીમના કોચની પસંદગી સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુંક કરેલા પ્રશાસકોની સમિતીએ (CO) મુખ્ય કોચની પસંદગીની જવાબદારી કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IPLમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી આ પરંપરા થઈ બંધ, હવે નહીં થાય આ કામ

કપિલ દેવ

કપિલ દેવના નામથી લગભગ જ દુનિયાનું કોઈ ક્રિકેટપ્રેમી અજાણ હશે. ભારતને 1983નો વિશ્વ કપ જીતાડનારા કપિલ દેવ હતા. ઓક્ટોબર 1999થી ઓગસ્ટ 2000 સુધી ભારતીય ટીમના કોચ રહી ચુકેલા કપિલ દેવે ઓગસ્ટ 2000માં મુખ્ય કોચના પદ પરથી રાજીનામું આપ્યુ હતું.

ત્યારબાદ ફરી કપિલ દેવ ક્રિકેટમાં જોડાયા અને ટીમના બોલિંગ સલાહકાર બન્યા. તેની સાથે જ તે 2 વર્ષ માટે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના અધ્યક્ષ પણ રહ્યા. મે 2007માં કપિલ દેવ ઈન્ડિયન ક્રિકેટ લીગમાં જોડાયા. જેના કારણે તેમને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાંથી હટાવવામાં આવ્યા.

READ  રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અંશુમન ગાયકવાડ

પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડ પણ બે વખત ભારતીય ટીમના કોચ રહી ચૂક્યા છે. ભારત માટે 40 ટેસ્ટ અને 50 વનડે રમનારા ગાયકવાડે રાષ્ટ્રીય પસંદગીકાર તરીકે પણ કામ કર્યુ છે, ત્યારબાદ તેમને ભારતીય ટીમના કોચની જવાબદારી આપવામાં આવી હતી. પ્રથમ વખત ઓક્ટોબર 1998થી સપ્ટેમ્બર 1999 સુધી ટીમના કોચ રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ વર્ષ 2000માં કપિલ દેવને કોચના પદથી હટાવ્યા પછી તેમને થોડા સમય સુધી કોચનું પદ સંભાળ્યુ હતું. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના જોન રાઈટ ભારતીય ટીમના પ્રથમ વિદેશી કોચ રહ્યા હતા.

READ  ફરાર થઈ ગયેલાં નીરવ મોદીની થઈ શકે છે ગમે ત્યારે ધરપકડ, લંડનની કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

શાંતા રંગાસ્વામી

31 ઓક્ટોબર 1976ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે ડેબ્યૂ કરનારા શાંતા રંગાસ્વામી ભારતીય મહિલા ટીમના પ્રથમ કેપ્ટન હતા. તેમને કુલ 16 ટેસ્ટ મેચ રમી, જેમાં તેમને કેપ્ટનશીપ કરી હતી. 15 વર્ષના કરિયરમાં તેમને 19 વન-ડે મેચ પણ રમી. વર્ષ 1976માં તેમને અર્જૂન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

[yop_poll id=”1″]

ભારત શાંતા રંગાસ્વામીની કેપ્ટનશીપમાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહ્યું હતું. BCCI તરફથી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મેળવનારી પ્રથમ મહિલા ખેલાડી શાંતા રંગાસ્વામી ભારત તરફથી સદી ફટકારનારા પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે.

 

Oops, something went wrong.
FB Comments