દિલ્હી હિંસાને લઈને ગૌતમ ગંભીરે કરી ચિંતા, કહ્યું કે કોઈપણ પાર્ટીના નેતા હોય કરો કાર્યવાહી

kapil-mishra-should-also-be-punished-said-bjp-mp-gautam-gambhir-on-delhi-violence
ગૌતમ ગંભીર, ભાજપ સાંસદ

દિલ્હીમાં નાગરિકતા કાયદાના સમર્થક અને વિરોધી એમ બે જૂથ સામસામે આવી ગયા હતા અને બાદમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી હિંસામાં અત્યારસુધીમાં 9 લોકોના મોતની ખબર આવી રહી છે જ્યારે તેમાં એક હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Delhi violence: Police head constable killed in clashes over CAA in Maujpur

આ પણ વાંચો :   નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને “NO ENTRY”, NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  2019 ચૂંટણીઃ છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન તો બીજી તરફ બંગાળમાં હિંસાનો માહોલ, ભાજપ કાર્યકરની હત્યા

 

 

આ હિંસા પર શું બોલ્યા સાંસદ ગૌતમ ગંભીર?
આ હિંસાને લઈને ગૌતમ ગંભીરે કહ્યું કે હિંસા ભડકાવનારા સામે એક્શન લેવામાં આવે, કોઈપણ પાર્ટીના નેતાનું કોઈપણ ભડકાઉં ભાષણ સ્વીકારવામાં આવશે નહીં. ભડકાઉં ભાષણ આપનારા ભલે કપિલ મિશ્રા કેમ ના હોય તેમને સજા મળવી જોઈએ. જે પણ એક્શન લેવામાં આવે હું તેમની સાથે છું. તેઓએ વધારામાં જણાવ્યું કે આ પાર્ટીનો મુદો નથી. આ મુદો બધા જ દિલ્હીવાળાનો છે. દુનિયામાં દિલ્હીની છાપ ખરાબ થાય તે માટે આ બધું આયોજન કરાયું છે કારણ કે ડોનાલ્ડ ટ્ર્મ્પ અહીંયા છે.

READ  વર્લ્ડનું સૌથી મોટું 'મોટેરા' સ્ટેડીયમનું 90 ટકાથી વધુ કામ પૂર્ણ, જુઓ અંદરથી કેવું છે આ સ્ટેડિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ હિંસા બાદ કુલ 130 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં અડધાથી વધારે લોકો ગોળી વાગી તેના લીધે ઘાયલ થયા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, ડિપ્ટી સીએમ મનિષ સિસોદીયાની હાજરીમાં ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ફરીથી શાંતિ બહાલ થાય તે અંગે આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતગર્ત હોવાથી કેજરીવાલ સરકાર કાયદો વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરે છે.

READ  કોરોના વાઈરસને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય, NPR અનિશ્ચિત સમય માટે સ્થગિત

 

Oops, something went wrong.
FB Comments