મળો એક એવા સુપર ફ્લૉપ એક્ટરને કે જેની આગળ સલામનથી લઈ આમિર સુધીના સ્ટાર્સ ઝુકાવે છે માથું

બૉલીવુડમાં 90ના દાયકામાં અનેક નવા ચહેરાઓએ એન્ટ્રી લીધી હતી. તેમાંથી જ એક હતા એક્ટર કરણ શાહ.

કરણ શાહે 1993માં જવાની ફિલ્મ સાથે ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર જોરદાર હિટ રહી હતી અને ફિલ્મે કરણ શાહને તે વખતના ટૉપ સ્ટાર્સની કતારમાં લાવીને ઊભો કરી દિધો હતો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જવાની ફિલ્મમાં કરણની હીરોઇન હતી નીલમ. કરણ અને નીલમની જોડીના ખૂબ વખાણ થયા હતાં. ત્યાર બાદ કરણ શાહે બીજી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું કે જે હિટ તો રહી, પણ કરણ શાહ માત્ર સપોર્ટિંગ રોલમાં જ દેખાયાં.

READ  કરોડો રૂપિયાના ખજાનાની વહેચણી વખતે અમિતાભ બચ્ચન પોતાની દિકરીને કેટલી સંપત્તિ આપશે

ટીના-અનિલ અંબાણીના ભત્રીજા છે કરણ શાહ

આપને કદાચ જાણ નહીં હોય કે કરણ શાહ એક સમયની ટોચની અભિનેત્રી ટીના મુનીમના ભત્રીજા છે. ટીના મુનીમ કે જે આજે અનિલ અંબાણીના પત્ની છે. ટીના મુનીમના ભત્રીજા હોવાનો પણ કરણને કોઈ ખાસ ફાયદો ન મળ્યો.

આ પણ વાંચો : મોદીના આ ‘શત્રુ’ને મળશે ‘મમતા’ની સજા, ભાજપે કહ્યું, ‘આવા લોકોએ પક્ષ અને પ્રજાના વિશ્વાસ સાથે દગો કર્યો છે’

કરણ શાહનું અસલી નામ સંજય શાહ હતું. ફિલ્મોમાં કૅરિયર બનાવવા માટે તેમણે પોતાનું નામ બદલી કરણ શાહ કરી લીધું. કરણે ગણી-ગાંઠી ફિલ્મોમાં જ કામ કર્યું કે જેમાંની એક-બે તો ડબ્બામાં જ રહી ગઈ.

ફિલ્મો અને અભિનયમાં કૅરિયર ન બની શકવાનો કરણ શાહને કોઈ અફસોસ નહોતો. તેમણે એક્ટિંગ છોડી અને પછી નાના પડદા તરફ વળી ગયાં. તેમણે કેટલીક ટીવી સીરિયલો બનાવી, પરંતુ જ્યારે આપ જાણશો કે આ કરણ શાહ આજે શું કરી રહ્યા છે, તો આશ્ચર્યચકિત થઈ જશો.

READ  કોન બનેંગા કરોડપતિની 11મી સિઝનમાં 1 કરોડ જીતનાર પ્રથમ સનોજ રાજને કેટલો ટેક્ષ ભરવો પડશે?

આ પણ વાંચો : આ જાણીતી ACTRESSનું એક ડાયરેક્ટરે કર્યુ હતું SEXUAL HARASSMENT, પણ તેને છેક 3 વર્ષે સમજાયું કે તેનું યૌન શોષણ થઈ રહ્યુ હતું: જુઓ VIDEO

કરણ શાહ આજે એક જાણીતા પ્રોડ્યુસર છે અને રિલાયંસ બિગ પિક્ચર્સની બાગડોર સંભાળે છે. પોતાના બૅનર હેઠળ તેમણે અમિતાભ બચ્ચનથી લઈ સલમાન ખાન, આમિર ખાન જેવા અનેક સ્ટાર્સની ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

READ  બિગ બોસ 13: આ 4 સેલેબ્સ સલમાનના શોમાં આવવાનું થયું ફાઈનલ! જાણો કોણ છે?

આજે ભલે કરણ શાહ એક્ટિંગમાં સક્રિય નથી, પણ પ્રોડ્યુસર તરીકે તેમની શહોરત અને સફળતા બુલંદીઓ પર છે. 57મા નેશનલ ઍવૉર્ડ્સમાં કરણ શાહના બૅનર હેઠળ બનેલી અનેક ફિલ્મોએ ઍવૉર્ડ જીત્યા અને રેકૉર્ડ નોંધાવ્યા.

[yop_poll id=684]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Rajkot: 15 Congress workers detained for sitting on Dharna against New Motor Vehicles Act | TV9News

 

FB Comments