કર્ણાટકમાં આજે બહુમતીનો દિવસ, જાણો સરકાર રચવા માટે ભાજપને કેટલા ધારાસભ્યોની જરૂર?

Karnataka

કર્ણાટકમાં ચોથીવાર મુખ્યપ્રધાન પદના શપથ લઈ ચુકેલા યેદિયુરપ્પાએ આજે બહુમતી સાબિત કરવાની છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે રવિવારે કૉંગ્રેસ અને જેડીએસના 11 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં સ્પીકર 14 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી ચૂક્યા છે. જેના કારણે 224 ધારાસભ્યોની ક્ષમતાવાળી વિધાનસભામાં હવે 207 સદસ્યની હાજરી રહેશે. આમ સરકાર રચવા માટે 104 ધારાસભ્યોની જરૂર રહેશે.

READ  પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ દાખવનાર સિદ્ધૂ સામે ચોતરફથી ફિટકાર, ભાજપ નેતાએ ઝાંઝર મોકલી કહ્યું, ‘ઇમરાનની ધુન પર નાચો’, સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સનો આક્રોશ ફાટ્યો, કપિલ શર્માના શોમાંથી હટાવવાની માંગ

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદ સર્જી શકે છે તારાજી, તંત્ર એલર્ટ પર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે દિવસે કુમાર સ્વામી સરકાર તૂટી હતી ત્યારે કૉંગ્રેસ અને જેડીએસના પક્ષમાં 99 ધારાસભ્યો હતા. જ્યારે ભાજપના પક્ષમાં 105 ધારાસભ્યો હતા. આમ યેદિયુરપ્પાએ પણ 105 ધારાસભ્યોનું સમર્થન જાળવી રાખવું પડશે. યેદિયુરપ્પાને આજે બહુમતી સાબિત કરવાની છે. ભાજપે વિધાનસભા સ્પીકરને પણ પદ છોડવા કહ્યું છે. ભાજપનું કહેવું છે કે, જો સ્પીકર મરજીથી પદ નહીં છોડે તો તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે આરપારની રમત, આજે બહુમતી પુરવાર કરવી પડશે

મહત્વનું છે કે, ભાજપ ઇચ્છશે કે ગેરલાયક ઠરેલા ધારાસભ્યોની બેઠક પર ફરી ચૂંટણી થાય અને ભાજપ તેમાંથી કેટલીક બેઠકો ખુંચવી લે અથવા તો બળવાખોરોને પોતાના સિંબોલ પર ચૂંટણી લડાવે. ભાજપ આમ કરીને ઓપરેશન લોટસને અંતિમ રૂપ આપશે તેવી પણ ચર્ચા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: વડોદરામાં રોગચાળા મુદ્દે કોંગ્રેસનો દેખાવ, શહેરમાં ડેન્ગ્યુથી 7 લોકોના મોત

[yop_poll id=”1″]

 

FB Comments