કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે ડી.કે શિવકુમાર મુંબઈ પહોંચ્યા અને પોલીસે રોકી દીધા

મુંબઈની હોટલમાં રોકાયેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને મળવા ડી.કે શિવકુમાર પહોંચ્યા હતા. પરંતુ તેમને હોટલની બહાર જ રોકી દેવાયા હતા. તો ધારાસભ્યોએ પોલીસની સુરક્ષાની પણ માગણી કરી હતી. ધારાસભ્યોએ કહ્યું કે, તેમના જીવને ખતરો છે. ધારાસભ્યોએ મુંબઈ પોલીસને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં કોઈ પણ નેતાને મળવા નથી માગતા તેવો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને ભાજપ વચ્ચે આરપારની રમત, આજે બહુમતી પુરવાર કરવી પડશે

 

આ પત્રમાં તમામ 10 ધારાસભ્યોની સહી પણ છે. સાથે પત્રમાં એવો દાવો કર્યો છે કે, કુમારાસ્વામી અને શિવકુમાર હોટલમાં આવશે તો હંગામો થઈ શકે છે. જેથી તેમનાથી અમને નુકસાન થઈ શકે છે. ધારાસભ્યોના પત્ર પછી ACP દિલીપ સાવંત પણ હોટલ પહોંચ્યા હતા. સાથે પોલીસની ખાસ ટીમ પણ ખડેપગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments