કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલતા રાજકીય સંકટ વચ્ચે આવતીકાલને સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે

કર્ણાટકમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે અને આવતીકાલનો દિવસ ઘણો મહત્વપૂર્ણ સાબીત થશે. કર્ણાટકની કુમારસ્વામી સરકાર 18 જુલાઈએ વિશ્વાસ મત સાબીત કરશે. તે પહેલા સુપ્રીમ કોર્ટ આજે બળવાખોર ધારાસભ્યો અને વિધાનસભા સ્પીકર કે.આર.રમેશકુમારની અરજી પર ચુકાદો આપશે.

આ પણ વાંચોઃ VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કૉંગ્રેસને લાગી આર્થિક પનોતી તો પાર્ટી થઈ કંગાળ, ભાજપ થયો માલામાલ, ‘કમળ’ને ચંદો આપનારાઓનો ફાટ્યો રાફડો, ફાળા માટે તરસ્યો ‘હાથ’

 

આ કેસમાં સુપ્રીમ કોર્ટ સવારે 10.30 કલાકે ચુકાદો સંભળાવશે. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનના 15 બળવાખોર ધારાસભ્યો અને સ્પીકરની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી પૂર્ણ કરી હતી. કોર્ટમાં બન્ને પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી હતી. બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. તેમણે માગ કરી કે સ્પીકરે તેમના રાજીનામાનો સ્વીકાર કરવો જોઈએ. અને સુપ્રીમ કોર્ટ આ માટે સ્પીકરને આદેશ આપે. તો બીજીબાજુ સ્પીકરની માગ છે કે રાજીનામાને મંજૂર રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રામ મંદિર નિર્માણ માટેની કાયદાકીય લડાઈ જીતવા મોદી સરકારે કસી કમર

15 બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરતા મુકુલ રોહતગીએ જણાવ્યું કે ધારાસભ્યને રાજીનામુ આપવાનો મૌલિક અધિકાર છે અને તેમને રોકી શકાય નહીં. તો બીજીબાજુ સ્પીકર તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે અયોગ્યતા અને રાજીનામા અંગે નિર્ણય લેવાનો અધિકાર વિધાનસભા સ્પીકરનો હોય છે. અને જ્યાં સુધી સ્પીકર પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ તેમાં દરમિયાનગીરી કરી શકે નહીં.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments