કર્ણાટકમાં યેદિયુરપ્પાએ સાબિત કરી બહુમતી, રમેશકુમારનું સ્પીકર પદેથી રાજીનામું

BJP leader B. S. Yeddyurappa flashes the victory sign after taking oath as Chief Minister of the southern state of Karnataka inside the governor's house in Bengaluru

કર્ણાટકમાં કુમારસ્વામીની જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પડી ગયા બાદ ભાજપની સરકાર બની છે. બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તેમને આજે બહુમતી પણ સાબિત કરી દીધી છે. 207 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે 104 નો આંકડો જોઇતો હતો, ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. સ્પીકર રમેશકુમાર દ્વારા 14 બળવાખોર ધારાસભ્યોને પક્ષપલટાના કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યાં હતા. હવે ભાજપની સરકાર બનતા ભાજપ સામે ગયેલા સ્પીકર રમેશકુમારે તેમના પદેથી રાજીનામું આપી દેવુ પડ્યું છે. સામે વિપક્ષે વિશ્વાસ મત પર વોટિંગની માંગ પણ કરી ન હતી, કારણ કે તેમને ખબર હતી કે ભાજપ પાસે પુરતું સંખ્યાંબળ છે.

READ  અનુરાગ V/S ઓવૈસી! CAA અને NRC પર રાજકીય જંગ, અનુરાગનો વાર, ઓવૈસીનો પલટવાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

કર્ણાટકમાં 14 મહિનામાં જેડીએસ-કોંગ્રેસની સરકાર ઉથલી ગઇ છે, તેઓ બહુમતિ સાબિત ન કરી શકતા કુમારસ્વામીએ સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યુ હતુ. જેડીએસ અને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને કારણે તેમની સરકાર પડી ગઇ છે, હવે કર્ણાટકની કમાન ભાજપના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા પાસે છે.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments