કરતારપુર કોરિડોરને લઈને ઝીરો પોઈન્ટ પર આજે ભારત-પાકિસ્તાન વચ્ચે બેઠક થશે

કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારત-પાકિસ્તાનની વચ્ચે ઝીરો પોઈન્ટ પર આજે એક તકનીકી બેઠક યોજાશે. આ બેઠકમાં ઉદ્ધાટનની તારીખને લઈને ચર્ચા થવાની સંભાવના છે.

આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુરના દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે તથા ભારતીય શીખ યાત્રાળુઓના વિઝા મુકત આંદોલનને સરળ બનાવશે. શીખ તીર્થયાત્રાળુઓને કરતારપુર સાહિબ જવા માટે માત્ર પરવાનગી લેવી પડશે. કરતારપુર સાહિબની સ્થાપના ગુરૂ નાનક દેવે 1522માં કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ

પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડૉ.મોહમ્મદ ફૈસલે ગુરૂવારે સાપ્તાહિક બ્રીફિંગને સંબોધન કરતાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર પર શુક્રવારે ઝીરો પોઇન્ટ ખાતે બેઠક યોજાશે. તેમને કહ્યું કે ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે અને કરતારપુર સાહિબ કોરિડોર પર તકનીકી બેઠક ઝિરો પોઈન્ટ પર 30 ઓગસ્ટે યોજાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નિર્ભયા કેસ: જાણો કેવી છે દોષિતોને ફાંસી આપવાની તૈયારી, મેરઠથી આવશે જલ્લાદ!

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાન અને ભારત ગુરૂ નાનકના 550માં પ્રકાશ પર્વ પર 12 નવેમ્બરે લાહોરથી લગભગ 125 કિલોમીટર દુર નારોવાલમાં કોરિડોરના ઉદ્ધાટન પર હાલમાં પણ રીત-રીવાજો પર વિચાર કરી રહ્યા છે. 1947માં ભારતની આઝાદી બાદ બંને પાડોશી દેશો વચ્ચેનો આ કોરિડોર પણ પ્રથમ વિઝા મુક્ત કોરિડોર હશે.

READ  જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવાનો તખ્તો તૈયાર, મોસ્ટ વોન્ટેડ ટોપ 10 આતંકીઓ સુરક્ષાદળોના નિશાના પર

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments