એક મેચમાં 11 બેટસમેનોએ કરેલા કુલ રન જાણીને તમને વિશ્વાસ નહી થાય!

મલ્લાપુરમના પેરિનથલમન્ના સ્ટેડિયમ પર રમાયેલી છોકરીઓની અંડર-19ની મેચમાં કસારાગોડની આખી ટીમ ફક્ત 4 રન પર પેવેલિયન પરત ફરી હતી. વાયનાડ ટીમની સામે આ મુકાબલામાં કસારાગોડ ટીમની બધી જ ખેલાડી એક પણ રન બનાવી શકી નહતી. આખી ટીમ સ્ટમ્પ આઉટ થઈ હતી.

 

ક્રિકેટના ઈતિહાસમાં મેચની કોઈ પણ ઈનિંગમાં બધા જ બેટસમેન એક જ રીતે આઉટ થવાની લગભગ આ પહેલી ઘટના છે. ટીમના ખાતામાં 4 રન બીજી ટીમના બોલર્સે આપેલા એકસ્ટ્રા રનના કારણે બન્યા હતા. વાયનાડે એક ઓવરમાં 5 રન બનાવીને 10 વિકેટથી મેચ જીતી લીધી હતી.

 

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સફળ રહી તો ભારતીયોની ચિંતા થશે ખત્મ

આ મેચમાં કસારાગોડ ટીમની કેપ્ટન એસ.અક્ષતાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ તેમનું ગણિત ખોટુ સાબિત થયું. ટીમના ઓપનર વિક્ષિતા અને એસ.ચિત્રાએ 2 ઓવર સુધી બેટિંગ કરી પણ બંને લોકોએ એક પણ રન બનાવ્યો નહતો. બીજી 2 ઓવરમાં કસારાગોડે તેમની વધુ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અન્ય બેટસમેન પણ એક પણ રન કર્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા.

 

Surat Fire: Death toll in fire at at a coaching centre in Sarthana area rises to 21- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સફળ રહી તો ભારતીયોની ચિંતા થશે ખત્મ

Read Next

ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

WhatsApp chat