અમિત શાહનું સિક્રેટ ‘મિશન કાશ્મીર’, જે કામ 70 વર્ષમાં ના થયું તે થયું માત્ર 10 દિવસમાં

દરેક ચૂંટણીમાં ભાજપ વચન આપતું રહ્યું છે કે તે કાશ્મીરમાંથી કલમ 370 હટાવશે. પરંતુ આ અંગે કોઈ ખાસ કામ કરવામાં આવ્યું ન હતું. મોદી 2.0 ની સરકાર બન્યા પછી અને અમિત શાહે ગૃહ પ્રધાન પદ સંભાળ્યા બાદ આ અંગે કાર્યવાહી શરૂ થઈ. છેલ્લા 10 દિવસમાં કાશ્મીરનો એજન્ડા મિશન મોડમાં આવ્યો. આ એક ટોપ સિક્રેટ મિશન હતું. 5 ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 નાબૂદ કરવાની ઘોષણાના થોડી મિનિટો પહેલા કોઈને ખબર નહોતી કે શું થવાનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

27 જુલાઈએ અચાનક સમાચાર આવ્યા કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં 10,000 વધારાના અર્ધ સૈન્ય દળને તૈનાત કર્યા છે. આ સમાચાર પછી જમ્મુ-કાશ્મીરના રાજકારણ અને કેન્દ્રમાં હંગામો તીવ્ર બન્યો. મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લાએ પૂછવાનું શરૂ કર્યું કે કેન્દ્ર સરકાર હવે કયો નવો નિર્ણય લેવાની તૈયાર કરી રહી છે. અબ્દુલ્લાએ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી કે પરિસ્થિતિને સાફ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે આ તમામ પ્રશ્નો પર કોઈ ધ્યાન આપ્યું ન હતું કારણ કે ગૃહ પ્રધાન તો 1 જૂને જ આ માટે તૈયારી કરી લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જમ્મૂ-કાશ્મીર રાજ્યના થયા બે ભાગ, લદ્દાખ અને જમ્મૂ હવે ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશ

ચાલો હવે ફ્લેશબેકમાં જોઈએ…
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 27 જુલાઈથી 5 ઓગસ્ટની વચ્ચે થઈ હતી. પરંતુ તેની સ્ક્રિપ્ટ પહેલાં લખવામાં આવી હતી. 2014 માં વડાપ્રધાન બનવાની સાથે આર્ટિકલ 370 ને નાબૂદ કરવાની યોજના તેમના એજન્ડામાં હતી. પ્રથમ ટર્મમાં આ પૂર્ણ થઈ શક્યું નહીં પછી બીજી ટર્મના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે “અમે આર્ટિકલ 35A ને નાબૂદ કરવા પ્રતિબદ્ધ છીએ. અમારું માનવું છે કે કલમ 35A જમ્મુ-કાશ્મીરના અસ્થિર રહેવાસીઓ અને મહિલાઓ માટે ભેદભાવકારક છે.”


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1 જૂનના રોજ અમિત શાહે ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. તેના 3 દિવસ બાદ 4 જૂને અમિત શાહે ગૃહ સચિવ રાજીવ ગૌબા, અધિક સચિવ (કાશ્મીર), જ્ઞાનેશ કુમાર સહિત અનેક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન કાશ્મીરના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના બે દિવસ પછી 6 જૂને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દાઓ પર અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબા સાથે બેઠક યોજી હતી. 6 દિવસની અંદર 2 મીટિંગ્સ. 3 જુલાઈએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો 6 મહિના માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

READ  મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

આ પણ વાંચો: અરે આ શું થયું? પ્રધાનમંત્રી હાઉસ બન્યું લગ્ન માટેનું વેન્યુ!

27 જુલાઈથી 5 ઓગસ્ટ…
27 મી જુલાઈએ વધારાના સૈનિકોની તહેનાતીના સમાચારથી ખળભળાટ મચી ગયો. 1 ઓગસ્ટે રાજ્યમાં વધુ 28 હજાર સૈનિકો તૈનાત કરાયા હતા. બીજા જ દિવસે એટલે કે 2 ઓગસ્ટના રોજ સમાચાર આવે છે કે આતંકી હુમલો થવાની સંભાવનાને કારણે અમરનાથ યાત્રાળુઓને તાત્કાલિક પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓ કાશ્મીર છોડવા લાગ્યા, હોટલો ખાલી કરાવવાનું શરૂ કર્યું. આ અવ્યવસ્થાની અનુભૂતિ થતાં મહેબૂબા-અબ્દુલ્લા જેવા નેતાઓએ પૂછવાનું શરૂ કર્યું કે શું ચાલી રહ્યું છે.

રાજ્યપાલે કહ્યં કે તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી, ન તો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિએ તેમને કંઈ કહ્યું છે. 3 ઓગસ્ટે 6200 થી વધુ પ્રવાસીઓને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટના રોજ ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને સજ્જાદ લોનને નજર કેદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 ઓગસ્ટે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો, જેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી.

READ  કોંગ્રેસના દિગ્ગજોને ધૂળ ચટાડવા ભાજપ મેદાનમાં ઉતારશે આ 3 ખેલાડીઓને

કલમ 370 પરની ટાઈમ લાઈન
* 27 જુલાઈ: કેન્દ્ર સરકારે 10 હજાર અર્ધલશ્કરી દળોને જમ્મુ-કાશ્મીર મોકલ્યા હતા.

* 1 ઓગસ્ટ: વધુ 28,000 જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા, અબ્દુલ્લાએ પીએમ મોદી સાથે મુલાકાતકરી

* 2 ઓગસ્ટ: અમરનાથ યાત્રાના રસ્તે પાકિસ્તાનમાં બનેલી લેન્ડ માઈન મળી અને અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી. મુસાફરોને વહેલી તકે પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના નેતાઓએ રાજ્યપાલ સાથે વાત કરી.

* 3 ઓગસ્ટ: ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી, 6200 પ્રવાસીઓને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

* 4 ઓગસ્ટ: ઇરફાન પઠાણ સહિત 100 થી વધુ ક્રિકેટરોને જમ્મુ-કાશ્મીર છોડવાનું કહેવામાં આવ્યું હતું.

* 5 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય. જમ્મુ-કાશ્મીરના બે અલગ ભાગ થશે, લદ્દાખ એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે, જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે.

 

[yop_poll id=”1″]

 

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara | Tv9News

FB Comments