આજે કેબિનેટની મહત્વની બેઠક, જમ્મૂ-કાશ્મીરને લઈને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી શકે છે વડાપ્રધાન મોદી

આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં જમ્મૂ-કાશ્મીરને લઈને ચર્ચા થઈ શકે છે. જેમાં રાજ્યને વિશેષ પેકેજ આપવાની જાહેરાત થઈ શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક થશે.

ફાઈલ ફોટો

ત્યારબાદ મંત્રીપરિષદની બેઠક થશે. સંભાવના છે કે વધારે ખાંડની નિકાસ માટેના પ્રોત્સાહનોના સંદર્ભમાં દરખાસ્તને મંજૂરી મળી શકે છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં FDIના ધોરણોમાં છુટછાટ આપી શકે. કાશ્મીરમાં નોકરીના સર્જન કરવાને લઈને ચર્ચા અને 50 હજાર નોકરીઓને લઈને વિચાર થઈ શકે છે. સરકાર કાશ્મીર માટે કરોડો રૂપિયાનું સ્પેશિયલ પેકેજની જાહેરાત પણ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, 6 જવાન ઘાયલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ને રદ્દ કરી હતી. સાથે જ રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વહેંચી દીધા હતા. ત્યારથી રાજ્યમાં કોમ્યુનિકેશન સહિત ઘણા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

READ  શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ અશોક ગહલોતને મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચાડી ગયો ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

ત્યારે કેન્દ્ર સરકાર હવે કાશ્મીરઓ માટે વિશેષ પેકેજની જાહેરાત કરવાની તૈયારીમાં છે. જે વિશેષ પેકેજ પર સરકાર કામ કરી રહી છે, તેમાં કરોડો રૂપિયાનું રોકાણ પણ સામેલ છે.

 

Oops, something went wrong.
FB Comments