વાહ રે ગુજરાતીઓ! સ્મશાનમાં જ કરી નાખી કથા. ગુજરાતના એક ગામના સ્મશાનમાં ચાલી રહેલી કથામાં મહિલાઓની ભારે ભીડ

ગુજરાતમાં દરરોજ ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. સામાન્ય રીતે આ પ્રકારના આયોજન કોઈ મંદિર કે કોઈ પવિત્ર જગ્યાઓ પર થતા હોય છે. તમે એ જાણીને દંગ રહી જશો કે ગુજરાતના જ એક ગામમાં સ્મશાનમાં રામકથા થઈ રહી છે.

હળવદના ટીકર ગામના સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના લાઈટિંગ કે ડેકોરેશન વગર ચાલી રહેલી રામકથાની સાદગી લોકોને પોતાની બાજુ ખેંચી રહી છે.

હિંદૂ ધર્મની માન્યતા પ્રમાણે પોતાની કોઈ જાણીતી વ્યક્તિનું મૃત્યુ થવા પર મહિલાઓ સ્મશાનમાં નથી આવતી. પરંતુ અહીં બપોરે 2 વાગતા જ ન માત્ર ગામની પરંતુ આસપાસના ગામોની કેટલીયે મહિલાઓ સ્મશાનમાં રામકથા સાંભળવા આવી રહી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ ગ્રામજનોનું માનવું છે કે સ્મશાનથી વધુ પવિત્ર બીજી કોઈ જગ્યા નથી અને એટલે તેમણે અહીં રામકથાનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો: રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

ટીકર ગામના બાબાજી ભરત બાપુ પોતાની શૈલીમાં અહીં રામકથા કરી રહ્યાં છે. ગ્રામજનોની પણ ઈચ્છા છે કે આ રામકથાથી મળનારી રકમ ગૌમાતા અને ગરીબ લોકોના કલ્યાણમાં ઉપયોગમાં લેવાય. 9 દિવસ ચાલનારી આ રામકથા માટે બાબા એક રૂપિયો પણ નથી લેવાના. એટલું જ નહીં, અહીં ભક્તો દ્વારા લાવવામાં આવતી અનાજ સામગ્રી પણ જરૂરિયાતમંદ લોકોને આપવાનો નિર્ણય કરાયો છે.

[yop_poll id=528]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

India vs Pakistan match: Suratis have high hopes from team India|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

ગૂગલથી ફરી થઈ એક મોટી ભૂલ! હવે Bad CM લખવા પર આવે છે બહુ મોટા નેતાનો ફોટો

Read Next

કપિલ શર્માના નવા કોમેડી શો થી તમને જો હસવું ના આવ્યું તો મોદી-રાહુલ પર બનેલા આ MEMES જોઈ લો, કદાચ હસવું આવી જાય

WhatsApp પર સમાચાર