શું તમને આ પ્રશ્ન મુંઝવે છે કે ગાંધારીએ 100 પુત્રોને કઈ રીતે જન્મ આપ્યો હશે ? જો હા, તો જવાબ જાણવા બસ અહીં CLICK કરો અને ઉઠાવી દો અનેક રહસ્યો પરથી પડદો

આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીના વીસી જી નાગેશ્વર રાવે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં ઇન્ડિયન સાયંસ કૉંગ્રેસમાં અનોખા દાવાઓ કર્યાં.

રાવે કહ્યું કે ભગવાન રામે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કર્યો, જ્યારે ભગવાન કૃષ્ણે લક્ષ્યનો પીછો કરવા માટે એક સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો કે જે માર્યા બાદ પરત આવી જતો હતો. આનાથી સ્પષ્ટ છે કે ગાઇડેડ મિસાઇલોનું વિજ્ઞાન ભારત માટે નવું નથી. આ વિજ્ઞાન હજારો વર્ષ પહેલા પૌરાણિક કાળમાં પણ મોજૂદ હતું.

વિષ્ણુનો દશાવતાર ડાર્વિનના સિદ્ધાંત કરતા શ્રેષ્ઠ

નાગેશ્વર રાવે કહ્યું કે રાવણ પાસે લંકામાં અનેક ઍરપોર્ટ પણ હતાં અને તેણે પોતાના ઉદ્દેશો માટે વિમાનનોનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : પિતાને લકવાએ ભરડામાં લીધો અને બે દિકરીઓએ કરી નાખ્યુ એવું કામ કે જે કોઈ દિકરો પણ ન કરી શકે

રાવે દાવો કર્યો કે હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના જે દશાવતારનું વર્ણન છે, તે 17મી સદીમાં અંગ્રેજ વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનના વિકાસવાદના સિદ્ધાંત કરતા વધુ વિકસિત છે. તેમણે કહ્યું કે ડાર્વિનના સિદ્ધાંતમાં વિકાસવાદનો સિદ્ધાંત જળચર જીવથી વ્યક્તિ સુધી બતાવાયો છે, પણ દશાવતાર તેનાથી આગળ પરિપક્વ માનવ સુધીનું વર્ણન કરે છે.

નાગેશ્વર રાવે કહ્યું કે પુરાણોમાં એક ડગલું આગળ રામ કરતા રાજકીય રંગ ધરાવતા કૃષ્ણ સુધીના વિકાસવાદનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો : ઐશ્વર્યાએ નવા વર્ષે પોસ્ટ કરી એવી તસવીર કે જોઈને લાખો ફૅન્સ થઈ ગયાં દીવાના, આપના પણ ઉડી જશે હોશ, જુઓ તસવીર

તેમણે કહ્યું કે દશાવતાર મત્સ્ય અવતારથી શરુ થાય છે કે જે જળચર પ્રાણી છે. ત્યાર બાદ કૂર્મ અવતારની વાત છે કે જે ઉભયચર પ્રાણી છે. ઉભયચલ એટલે જળ અને થળ બંને જગ્યાએ રહેનાર પ્રાણી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ત્રીજો અવતાર વરાહ અવતાર છે કે જેમાં ભગવાન વિષ્ણુ ધરતીને બચાવવા ભૂંડ બની જાય છે. ચોથો અવતાર નૃસિંહનો છે કે જે અડધો સિંહ અને અડધો મનુષ્યનો છે. પાંચમો અવતાર વામન અવતાર છે કે જે ઓછી પરિપક્વતા વાળો સંપૂર્ણ માનવ અવતાર છે.

નાગેશ્વર રાવે અગળ કહ્યું, ‘અંતે રામ અવતાર છે કે જે સંપૂર્ણપણે મનુષ્ય છે અને પછી કૃષ્ણ અવતાર કે જે ખૂબ જ જાણકાર, તાર્કિક છે. તે નેતા છે. અમારું માનવું છે કે કૃષ્ણ રાજકીય છે, પણ રામ નેતા નથી. આ વિકાસવાદ છે.’

કૌરવો ટેસ્ટ ટ્યૂબ બૅબી હતાં

સાયંસ કૉંગ્રેસમાં ઉપસ્થિત મીડિયાએ જ્યારે નાગેશ્વર રાવને સવાલ કર્યો કે કૌરવોની માતા ગાંધારી 100 બાળકોને કઈ રીતે જન્મ આપી શકે ? જવાબમાં નાગેશ્વર રાવે કહ્યું કે સૌ કોઈ વિચારે છે અને કોઈ વિશ્વાસ નથી કરતો કે ગાંધારીએ 100 બાળકોને કેવી રીતે જન્મ આપ્યો ? આ માનવીય રૂપમાં કેવી રીતે શક્ય છે ? શું એક મહિલા એક જીીવનકાળમાં 100 બાળકોને જન્મ આપી શકે ? આજના આધુનિક વિજ્ઞાનમાં આવું શક્ય છે, કારણ કે આપણી પાસે ટેસ્ટ ટ્યૂબ બૅબી છે, પરંતુ પૌરાણિક કાળમાં આ ટેક્નિક વિકસિત હતી.

તેમણે કહ્યું કે મહાભારત મુજબ 100 ઇંડાઓને નિષેચિત કરાયા અને 100 ઊની વાસણોમાં નાખવામાં આવ્યાં. શું કૌરવો ટેસ્ટ ટ્યૂબ બૅબી ન ગણાય ? આ દેશમાં સ્ટેમ સેલ રિસર્ચ હજારો વર્ષો પહેલા મોજૂદ હતું. તેમણે કહ્યું કે સ્ટેમ સેલ રિસર્ચ તથા ટેસ્ટ ટ્યૂબ બૅબી ટેક્નિકના કારણે એક માતામાંથી સો કૌરવો થયા હતાં. આવું થોડાક હજાર વર્ષ પહેલા જ થયુ હતું.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat Congress organises exhibition on the subject 'Congress' contribution in 60 years' - Tv9

FB Comments

Hits: 3385

Comments are closed, but trackbacks and pingbacks are open.