શહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા

kejriwal-and-manish-sisodia-arrived-to-meet-the-martyr-public-started-shouting-go-back-slogans

દિલ્હીમાં હિંસાને લઈને 9 લોકોના મોત નીપજ્યા છે અને તેમાં એક પોલીસ જવાન પણ શહીદ થયા છે. જ્યારે શહીદ પોલીસકર્મીના પરિવારજનોને મળવા માટે દિલ્હીના સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા જઈ રહ્યાં હતા ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઘરથી થોડાક નજીક પહોંચ્યા ત્યારે જ ત્યાં હાજર રહેલાં લોકોએ “કેજરીવાલ વાપસ જાઓ”ના નારા લગાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે “વાહ!’

કેજરીવાલ અને મનીષ સિસોદીયા શહીદ પોલીસ જવાનના ઘરે જવા માગતા હતા પણ તેઓની સામે લોકોનો વિરોધ વધી રહ્યો હતો. જેના લીધે તેઓને પોલીસકર્મીઓએ ભીડની બહાર કાઢી લીધા હતા. જો કે ઘરથી દૂર ઉભેલાં ટ્રકમાં બંનેએ શહીદને ફૂલ અપર્ણ કરીને શ્રદ્ઘાંજલિ આપી હતી.

READ  85 વર્ષના વૃદ્ધ કે 85 વર્ષના યુવાન ? જવાહરલાલ નેહરૂથી લઈને મોદી સરકાર સુધી દરેક ચૂંટણીમાં કર્યુ છે મતદાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે કેજરીવાલે દિલ્હી હિંસાને લઈને કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને હિંસા ના કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધીઓ અને સમર્થકો એમ 2 જૂથ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. તેમાં અમુક અસામાજિક તત્વોએ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં 130 લોકો ઘાયલ તો 9 લોકોના મોત નીપજ્યા છે.

READ  Delhi Violence: જુઓ VIDEOમાં કે કેવી રીતે થઈ હતી દિલ્હી હિંસાની શરૂઆત?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments