દિલ્હીમાં ચૂંટણી જાહેર, CM કેજરીવાલ આ મુદા પર લોકો પાસે માગી રહ્યાં છે મત

kejriwal-said-will-ask-vote-to-public-on-basis-of-work

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે અને કેવી રીતે થશે અને ક્યા સમયે પરિણામ આવશે તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. નેતાઓ પણ વોટ માગવા માટે રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર અને સીએમ તરીકે કેજરીવાલ દિલ્હીની કમાન સંભાળી રહ્યાં છે. દિલ્હીમાં સતત 15 વર્ષના કોંગ્રેસી શાસનને કેજરીવાલે વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ખતમ કરી દીધું હતું. કેજરીવાલની આમ આદમી પાર્ટીને 70 સીટમાંથી 67 સીટ મળી હતી જ્યારે 3 ભાજપને તો કોંગ્રેસને શૂન્ય સીટથી સંતોષ માનવો પડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચૂંટણી પંચે સરકારને કરી એક ભલામણ, સરકારે જો માની લીધી આ વાત તો સોશિયલ મીડિયા પર ચૂંટણીના 48 કલાક પહેલા નેતાઓની બોલતી થઈ જશે બંધ

આ પણ વાંચો :  અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળમૃત્યુના આંકડા પર ભાજપ સાંસદ ડૉ.કિરીટ સોલંકીનું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યાં મુદે હવે કેજરીવાલ લોકો પાસે માગી રહ્યાં છે વોટ
મોદી સરકાર વિકાસના નામ પર આવી છે તો દિલ્હીમાં કેજરીવાલ જનતા પાસે કામના આધારે વોટ આપો તેવું કહીં રહ્યાં છે. તેઓએ કહ્યું કે જો તમને એવું લાગે કે અમે કામ કર્યું છે તો વોટ આપજો, જો કામ નથી કર્યું એવું લાગે તો વોટ ન આપતા. આ વાત દિલ્હીના સીએમ કેજરીવાલે રવિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કરી.

READ  દેશની રાજધાની દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ચૂંટણીની સમગ્ર માહિતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓએ વધુમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં દિલ્હીના સીએમ તરીકે કામ કર્યું છે. સારી સ્કૂલોમાં છોકરાઓ ભણી રહ્યાં છે. અમે પાણી પહોંચાડ્યું પણ એ નથી જોયું કે કેના ઘરે પાણી પહોંચી રહ્યું છે. અમે ભાજપવાળાને ઘરે જઈને પણ કહીશું કે 70 વર્ષમાં તેમના ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે. આમ કેજરીવાલે દિલ્હીની વિધાનસભામાં લડી લેવાનો નિર્ણય કર્યો છે અને તેઓ કરેલા વિકાસના કામના આધારે લોકોની પાસે મતની માગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. એક જ તબક્કામાં દિલ્હીમાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીના જનતા કોણે જતાડવા એ અંગે મતદાન કરશે તો ચૂંટણી પંચ આ જીતની જાહેરાત 11 ફેબ્રુઆરીના રોજ કરશે. આથી દિલ્હીની સીએમની ખુરશી કોણ લઈ જશે તે 11 ફેબ્રુઆરીના રોજ જ નક્કી થશે.

READ  નવા વર્ષની સાથે જાહેર થઈ શકે દિલ્હી ચૂંટણીની તારીખો, ECએ યોજી સમીક્ષા બેઠક

 

 

Oops, something went wrong.
FB Comments