નરેન્દ્ર મોદીને તો વિદેશ પ્રવાસ કરવા માટે વડાપ્રધાન બનવું પડ્યું, પણ કેરળનું ચા વેચનાર આ દંપતિ 23 દેશોનો પ્રવાસ કરી ચુક્યું છે : જુઓ VIDEO

સારી એવી કમાણી કરનારા લોકો પણ વર્લ્ડ ટૂરના પોતાના સપના પર પૈસા ખર્ચતા પહેલા સો વાર વિચારે છે, પરંતુ કેરળનું એક પીઢ યુગલ ચા વેચવા છતાં અત્યાર સુધી 23 દેશોનો પ્રવાસ કરી ચુક્યું છે.

ભારતના 10 ટોચના ઔદ્યોગિક ગૃહોમાંના એક મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ આ યુગલ અંગે એક ટ્વીટ કર્યું કે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રા કહે છે, ‘ફોર્બ્સ મૅગેઝીનમાં દુનિયાના સૌથી અમીર લોકોના લિસ્ટમાં તેમનું નામ નથી, પણ મારી નજરમાં તેઓ સૌથી અમીરોમાંના એક છે. તેમની મૂડી છે જીવનને લઈને તેમનો અભિપ્રાય. આવતી વખતે હું કોચ્ચિ જઇશ, તો તેમની દુકાને જઈ ચા ચોક્કસ પીશ.’

અત્યાર સુધી 23 દેશો ફરી ચુકેલા આ યુગલની મનપસંદ જગ્યાઓમાં સિંગાપોર, સ્વિટ્ઝરલૅંડ અને ન્યૂયૉર્કનો સમાવેશ થાય છે. હવે તેઓ સ્વિડન, ડેન્માર્ક, નેધરલૅંડ, ગ્રીનલૅંડ અને નૉર્વે જવાનું આયોજન કરી રહ્યાં છે. ચા વેચીને દુનિયાના એક ખૂણાથી બીજા ખૂણે ફરનાર આ યુગલ પર ફિલ્મ પણ બની ચુકી છે. ઇનવિઝિબલ વિંગ્સ નામની આ ફિલ્મ હરિ મોહનને ડાયરેક્ટ કરી હતી. તેને ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2018ની બેસ્ટ નૉન-ફિક્શન ફિલ્મ તરીકે પસંદ કરાઈ હતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કોચ્ચિમાં રહેતા પીઢ દંપતિનું નામ છે વિજયન અને મોહાના. બંને માત્ર પોતાની નાનકડી દુકાન અને જાગતી આંખે જોયેલા સપનાઓના ભરોસે ઍરાઉંડ ધ વર્લ્ડ કરી રહ્યાં છે. વિજયન 68 વર્ષના છે, જ્યારે મોહાનાના ઉંમર 67 વર્ષ છે. તેમની ચાની દુકાનનું નામ છે શ્રી બાલાજી કૉફી હાઉસ.

વિજયન અને મોહાના દરરોજ સવારે કામ શરુ કરે છે અને પ્રયત્ન કરે છે કે સાંજ સુધી બાકીની જરૂરિયાતો ઉપરાંત તેમની પાસે 300 રૂપિયા અલગથી બચી જાય. આ 300 રૂપિયા તેઓ દુનિયાની સહેલ કરવા માટે રિઝર્વ કરે છે. પૈસા બચી શકે, તેના માટે તેમણે મદદદ માટે દુકાન પર કોઈ કર્મચારી પણ નથી રાખ્યો.

દરરોજ ચા વેચી 300 રૂપિયા જમા કર્યા બાદ પણ પ્રાયઃ પૈસા ખુટી જાય છે અને તેઓ લોન લે છે. ફરીને આવ્યા બાદ તેઓ ત્રણ વર્ષ સુધી લોન ચુકવે છે અને ફરીથી લોન લઈ મનપસંદ દેશના પ્રવાસે ઉપડી જાય છે. બંનેના લગ્નના 45 વર્ષ થઈ ચુક્યા છે. બંનેને ફરવાનો શોખ છે. સંયુક્ત સપનાને સાકાર કરવા માટે જોઇતી રકમ ન હોવાના કારણે 56 વર્ષ પહેલા 1963માં તેમણે ચાયની લારી શરુ કરી અને તેની સાથે જ શરુઆત થઈ દુનિયા ફરવાની.

લગભગ 70 વર્ષની વયે પહોંચનાર વ્યક્તિઓ સામાન્ય રીતે બીમારીની ફરિયાદો કરે છે, પરંતુ વિજયન અને મોહાના એક-બીજાને એક્સપ્લોર કરી રહ્યાં છે. આનાથી તેમને કોઈ પરેશાની નથી, પણ ખુશી જ થાય છે. તેમની ચાની દુકાનમાં ત્રણ જુદા-જુદા દેશો ભારત, પેરિસ અને સિંગાપોરનો સમય દર્શાવતી ઘડિયાળો લાગેલી છે કે જે તેમના મજબૂત ઇરાદાઓ દર્શાવે છે. સાથે જ જુદા-જુદા દેશોમાં પોતાના ખર્ચના બિલ પણ દિવાળ પર ચોંટાડેલા છે. ચા પીવા આવનારાઓ બહુ લ્હાવા સાથે વર્લ્ડ ટૂરના તેમના કિસ્સાઓ સાંભળે છે.

આપ પણ જુઓ વિજયન-મોહાનાની ફિલ્મ :

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 165

Comments are closed, but trackbacks and pingbacks are open.