1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી

kerala-monsoon-2020-updates-india-meteorological-department

ભારતમાં ચોમાસું ક્યારે બેસશે તેનો આધારે કેરળ પર છે. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે.  હવામાન વિભાગે પહેલાં આગાહી કરી હતી કે આ વર્ષે 5 જૂનના રોજ ચોમાસું બેસશે. જો કે ફરીથી અપડેટ આપતાં હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું હવે પહેલાં કરવામાં આવેલી આગાહીથી 4 દિવસ પહેલાં જ બેસી જશે. આમ ચોમાસાની શરૂઆત કેરળના દરિયાકિનારે 1 જૂનના રોજ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હેલ્થ ઈન્ડેક્ષમાં ગુજરાત ચોથા નંબરે, CM આરોગ્ય વિભાગની કામગીરીથી નારાજ

આ પણ વાંચો :    VIDEO: જાણો કોરોનાની સારવાર લઈને ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઈકોર્ટે શું આદેશ કર્યો?

હવામાન વિભાગે માહિતી આપી હતી કે વર્ષે ચોમાસું સામાન્ય જ રહેશે.  જો 96 ટકાથી લઈને 100 ટકા સુધી વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. ગયા વર્ષે કેરળના દરિયાકિનારે 8 જૂનના રોજ વરસાદ થયો હતો. આમ ભારતમાં જૂન અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે દેશમાં અડધા વધારે ખેતી વરસાદ પર જ આધારિત છે. ચોમાસું સામાન્ય રહેશે એ ખેડૂતો માટે સારા સમાચાર છે.

READ  મહેસાણા: નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments