રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ખંભાત પહોંચ્યા

hambhat Violence , Gujarat DGP Shivanand Jha, ATS team reached Khambhat

આણંદ જિલ્લાના ખંભાતમાં હિંસા બાદ હાલ અજંપાભરી શાંતિ છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વરિષ્ઠ અધિકારીઓ સાથે ખંભાત પહોંચ્યા. DGPની સાથે એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડના વડા હિમાંશુ શુક્લ અને ATSની ટીમ પણ ખંભાત પહોંચી છે. ખંભાતના હિંસા પ્રભાવિત વિસ્તારની વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી. ખંભાત પોલીસને હિંસાની તપાસમાં ATS ટેકનિકલ મદદ કરશે.

READ  VIDEO: સાણંદ GIDCમાં યુનિચારમ કંપનીમાં આગનો મામલો, 24 કલાક બાદ આગ પર મેળવી શકાયો કાબુ

આ પણ વાંચોઃ સુરતના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને આપી ધમકી !

ખંભાતમાં હિંસા બાદ હવે અજંપાભરી શાંતિ છે. હિંસાની ઘટનાને લઈને RAFના જવાનો ખડેપગે છે. આર.એ.એફની ટીમે દિવસભર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ કર્યું. જેને લઈને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હિંસાની જગ્યાએ RAFના જવાનોને તૈનાત જોતા લોકોને પણ રાહત મળી છે.

READ  જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments