IND vs AUS: ભારત- ઓસ્ટ્રેલિયા મેચ લઈને રાજકોટમાં રહેશે આવી સુરક્ષા, જુઓ VIDEO

Khanderi stadium turns into fortress ahead of IndvsAus match, Rajkot | Tv9

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્ષની પહેલી વનડે સીરીઝનો બીજો મેચ રાજકોટ ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ મેચને લઈને ભારે સુરક્ષા સ્ટેડિયમની આજુબાજુ ખડકી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ સીરીઝનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધો છે અને તેના બાદ ટીમમાં મોટો બદલાવ થઈ શકે છે. ખેલાડીઓના મેદાન પર બેટિંગ કરવાના ક્રમને લઈને પણ બદલાવ જોવા મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

આ પણ વાંચો :

17 જાન્યુઆરીના રોજ રાજકોટના સ્ટેડિયમ ખાતે મેચ યોજાઈ રહ્યો છે. આ અંગે ગુજરાત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.  450 પોલીસકર્મીઓ આ મેચને લઈને સુરક્ષામાં તૈનાત રહેશે તેવી જાણકારી પોલીસ વિભાગે આપી છે. ખંઢેરી સ્ટેડિયમની સુરક્ષામાં આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

FB Comments