ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરનારા 5 આરોપીની ખેડા પોલીસ દ્વારા ધરપકડ

ઠાસરાના ધારાસભ્ય કાન્તીભાઈ પરમાર પર હુમલો કરનારા 5 આરોપીની ખેડા પોલીસે ધરપકડ કરી અને નડિયાદના નામચીન આરોપીઓને સમગ્ર નડિયાદના જુદા જુદા માર્ગો પર ફેરવી નાગરિકોમાં આ આરોપીઓનો ભય દુર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગત તારીખ ૩૦-૮-૧૯ ના બપોરના સુમારે ડાકોરની એક જમીન વિવાદ મામલે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ પરમાર પોતાના ત્રણ મિત્રો સાથે કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટ કાયવાહી પૂર્ણ કર્યા બાદ જેવા કોર્ટથી  ડીએસપી બંગલા પાસે પહોચ્યા, ત્યાં ફિલ્મી ઢબે ધારાસભ્યની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી, અકસ્માતમાં કોઇ જાનહાની નહી, જુઓ VIDEO

એસપી બંગલા બહાર જ નડિયાદના નામચીન આરોપીઓ ભાનુ જોધા ભરવાડ ,નવઘણ ભાનુ ભરવાડ ,પ્રકાશ નારણ પંજાબી અને તેના સાગરીતો દ્વારા ડાંગો અને મારક હથિયારો સાથે કાર પર તૂટી પડતા કારમાં સવાર ધારાસભ્ય સહીત ચાર લોકોને ઈજાઓ પહોંચતા ખેડા પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી

 

 

બે દિવસમાં જ ખેડા પોલીસ દ્વારા ઘટનાના  મુખ્ય આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મોટા બોરુ ગામેથી ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments