KHELO INDIA 2020: જાણો નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાત રાજ્યે કેટલાં મેડલ મેળવ્યા?

Khelo India 2020 : Know the details About Gujarat state Performance in Even Of Khelo India 2020 jano gujarat ni shu chhe khelo indian 2020ma shshthi

દેશના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Gujarat wins Gold at @kheloindia U-21 Volleyball.

આ પણ વાંચો :  મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  GUJARAT 20-20 : 2-1-2016 - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાણો ગુજરાતની સ્થિતિ શું છે? 

Khelo India Gujarat 2020 Live Update

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે રાજ્યની પાસે સૌથી વધારે ગોલ્ડમેડલ હોય તે મેડલ મીટરમાં પહેલાં નંબરે રહે છે. આ મુજબ મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, કેરાલા પછી 12 ગોલ્ડ મેડલ હોવાથી ગુજરાત છઠ્ઠા નંબર છે.  ગુજરાતના કુલ મેડલની વાત કરીએ તો તે 37 થઈ ગયા છે. આમ ટોપ-10માં ગુજરાતે સ્થાન બનાવી રાખ્યું છે.

આ ઈવેન્ટ ગુવાહાટી ખાતે યોજવામાં આવી છે અને આ ઈવેન્ટમાં દેશના વિવિધ રાજ્યો ભાગ લઈ રહ્યાં છે.  ગુજરાતના મુખ્યમંત્રીએ પણ વીડિયો કોલિંગના માધ્યમથી ગુજરાતના ખેલો ઈન્ડિયામાં રમી રહેલાં સ્પર્ધકો સાથે વાત કરી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

FB Comments