KHELO INDIA 2020 : સ્પર્ધકોએ મેળવ્યા 15 ગોલ્ડ મેડલ, દેશમાં 9માં ક્રમાંકે ગુજરાત

Gujarat wins Gold at @kheloindia U-21 Volleyball.

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

Medal Tally Update Khelo Gujarati India 2020

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

READ  રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

Medal Tally Update Khelo Gujarati India 2020

બે શ્રેણીમાં રમતગમતને વિભાજીત કરવામાં આવી છે. જેમાં અંડર 17 અને અંડર 21માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ વર્ષની ખેલો ઈન્ડિયા ઈવેન્ટ ગુવાહાટી ખાતે 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે યોજાઈ રહી છે.

ગુજરાતની સ્થિતિ શું છે? 

Medal Tally Update Khelo Gujarati India 2020

ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ગુજરાતે 21 જાન્યુઆરીના દિવસ સુધી કુલ 49 મેડલ મેળવ્યા છે. જેમાં 15 ગોલ્ડમેડલનો પણ સમાવેશ થાય છે. રાજ્યોનો રેન્ક ગોડલ મેડલની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે.  આમ 74 ગોલ્ડ મેડલની સાથે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર નંબર 1 પર છે. 

 

READ  સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી, કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશની જરૂર નથી, જલ્દી જ શરૂ થાય રામમંદિરનું નિર્માણ કાર્ય

PM Modi asks people to light diya for 9 minutes at 9pm on April 5 to end the darkness of coronavirus

FB Comments