કિરણ બેદીએ અધિકારીઓનો લીધો ક્લાસ! તેમના સ્વાગત માટે લાગેલા બેનર જોઈ ભડકી ઉઠ્યા! જુઓ VIDEO

કિરણ બેદીની ઈમેજ પહેલેથી જ ઈમાનદાર રહી છે. પુડુચેરીના ઉપ-રાજ્યપાલ બન્યા પછી પણ કિરણ બેદીએ તેમનો આગવો મિજાજ જાળવી રાખ્યો છે.

સમાજ કલ્યાણ વિભાગની એક ઓફિસનું નીરિક્ષણ કરવા કિરણ બેદી પહોંચ્યા જ્યાં પોતાના સ્વાગતમાં લાગેલા બેનર જોઈને કિરણ બેદી ભડકી ઉઠ્યા. આ પ્રજાના પૈસાનો વ્યય જોઈને કિરણ બેદી ગિન્નાયા અને પાસે જ ઉભેલા ડાયરેક્ટરને બોલાવીને આ બેનર પર ખર્ચ કેમ કર્યો તે પૂછ્યું. કિરણ બેદીએ પોતાના એડીસીને બેનરના ખર્ચ પેટેના 500 રૂપિયા આપી દેવા જણાવ્યું. જોકે વાત આટલેથી જ ન અટકી…

જુઓ વીડિયો: 

READ  બજેટ 2019ની જાહેરાત બાદ જાણો હવે ક્યાં ક્યાં કરી શકશો પૈસાની બચત?
https://www.facebook.com/tv9gujarati/videos/374163713353850/

 

કિરણ બેદી ઓફિસની અંદર પહોંચ્યા તો એક મૂર્તિ પર ચઢાવવા તેમને નવો ખેસ અપાયો. કિરણ બેદીએ ફરી પૂછ્યું કે આ કોણે ખરીદ્યો છે. અધિકારીએ કહ્યું કે કાર્યાલયના ખર્ચમાંથી આવ્યો છે. તે જવાબ સાંભળતા જ કિરણ બેદીએ તે ખેસના પણ 700 રૂપિયા ડાયરેક્ટરને આપી દીધા.  કિરણ બેદીની પ્રામાણિકતા દર્શાવતા વિડીયોના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે.

READ  માણાવદર પંથકમાં મેઘમહેરથી રસાલા ચેકડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

આ પણ વાંચો: વૈભવી કારચાલકે ગાડીની ટેંક ફૂલ કરાવી અને પૈસા આપતા પહેલા ફૂલ સ્પીડે ગાડી ભગાવી દીધી, જુઓ VIDEO

અધિકારીઓનો લીધો ક્લાસ
પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું
સ્વાગતમાં લાગેલા બેનરનો ખર્ચ ચૂકવ્યો
પ્રજાના પૈસાનો વ્યય ન કરવા આપી સૂચના
સોશિયલ મીડિયામાં કિરણ બેદીના ભરપૂર વખાણ 

[yop_poll id=221]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Demonetized notes being sold online by Chinese company, complaint filed | TV9News

FB Comments