ઓવૈસીના શહેરમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનો તુઘલકી આદેશ, ‘પતંગબાજીથી અરાજકતા ફેલાશે’ !

એક તરફ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પ્રસંગે પતંગબાજી કરી રહ્યું છે. આખું ગુજરાત ધાબા પર છે અને શોરબકોર-આનંદોલ્લાસ સાથે પતંગબાજીનો લ્હાવો લઈ રહ્યું છે.

ગુજરાત ઉપરાંત દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ ઉત્તરાયણ પ્રસંગે પતંગબાજીની પણ મસ્તી છવાઈ છે, પરંતુ દેશનું એક શહેર એવું છે કે જ્યાં ઉત્તરાયણ પ્રસંગે પતંબગાજી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

હૈદરાબાદમાં ઉજવાતા પતંગોત્સવની ફાઇલ તસવીર
હૈદરાબાદમાં ઉજવાતા પતંગોત્સવની ફાઇલ તસવીર
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ શહેરનું નામ છે હૈદરાબાદ. હૈદરાબાદમાં દર વર્ષે 14 અને 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પ્રસંગે લોકો પતંગ ચગાવે છે, પરંતુ આ વર્ષે હૈદરાબાદ પોલીસ કમિશનરે આ કહેતા પ્રતિબંધ ફરમાવી દિધો છે કે પતંગબાજીથી અરાજકતા ફેલાશે.

READ  હૈદરાબાદના જાણીતા હુસૈન સાગર ઝીલનું નામ બદલીને 'જયશ્રી રામ સાગર' થયું!
હૈદરાબાદ પોલીસ કમિશનર અંજનિ કુમાર
હૈદરાબાદ પોલીસ કમિશનર અંજનિ કુમાર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસ કમિશનર અંજનિ કુમારે પોતાના આદેશમાં લોકોને કહ્યું, ‘પતંગ ન ચગાવો અને બાળકોને પણ ચગાવવા દો. કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. દર વર્ષે મકર સંક્રાંતિ પ્રસંગે 14 અને 15 જાન્યુઆરીએ પતંગબાજી થાય છે. બાળકો કપાયેલા પતંગો પકડવા માટે રોડ પર આવી જાય છે કે જેનાથી શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં સમસ્યા થાય છે. તેથી આ પગલું ભરવામાં આવ્યું છે.’

READ  અમદાવાદ: ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા માટે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ઘાયલ પક્ષીઓ માટે કરૂણા અભિયાનની ટીમ તૈયાર

હવે પોલીસ કમિશનરના આવા આદેશ સામે સવાલ ઉઠવો સ્વાભાવિક છે. ચાલો માની લઇએ કે બાળકો રોડ પર પતંગ પકડવા આવે છે કે જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડવો છે કે જે ન થવું જોઇએ, પરંતુ તેના માટે પતંગબાજી પર જ બૅન ? શું પતંગબાજીથી કોઈની ધાર્મિક લાગણી દુભાય છે ? શું પતંગબાજી ધાર્મિક અસહિષ્ણુતાનું પ્રતીક છે ?

READ  VIDEO: દેશમાં એક જ દિવસમાં 3,344 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આંકડો વધીને 59,695 પર પહોંચ્યો

[yop_poll id=597]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments