ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા

Kite string becomes deadly, 1950 mishaps reported in Gujarat

ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્ છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવા સક્રિય રીતે ઈજાગ્રસ્ત લોકોની સારવારમાં કાર્યરત છે. અત્યાર સુધી કુલ 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે, ગત વર્ષ કરતા આ આંકડામાં વધારો નોંધાયો છે. વર્ષ 2019માં 2 હજાર 17 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષ 2 હજાર 222થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. દોરીના કારણે લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

READ  એસટીની નવી પ્રીમિયમ વોલ્વો સ્લીપર બસમાં અમદાવાદથી જયપુરની સફર કરો, જાણો કેટલું રહેશે ભાડું?

આ પણ વાંચોઃ ટેલિવિઝનના જાણિતા ધ કપિલ શર્મા શૉમાં અર્ચના પૂરનની જગ્યાએ ફરી આ વ્યક્તિ એન્ટ્રી કરી શકે છે

પતંગની દોરી લોકો માટે જીવલેણ સાબીત થઈ રહી છે. વિરમગામમાં 8 થી વધુ લોકોને પતંગની દોરી વાગતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક યુવકને ગળાના ભાગે દોરી વાગી છે. તો વિરમગામ-બેચરાજી હાઈવે પર બાઈકચાલક અચાનક સ્લિપ ખાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આમ તમામ ઈજાગ્રસ્તોને હાલ ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આર્થિક અને વ્‍યવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments