જાણો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ માટે અમદાવાદ શા માટે વધારે મહત્ત્વ ધરાવે છે?

લોકસભાની ચૂંટણીમાં કોઈ બેઠકની 21 વિધાનસભાની સીટો સીધી જ રીતે તેમજ 5 લોકસભાને અસર કરતું હોય તે અમદાવાદ છે. જેના લીધે કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં અમદાવાદનું મહત્ત્વ વધી જાય છે.  આમ અમદાવાદના મતદારો 5 લોકસભાની સીટનો ફેસલો કરે છે.

અમદાવાદ ભલે એક હોય પણ તેની સાથે 5 લોકસભા સીટો જોડાયેલી છે, અહીથી દેશના વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી ચૂંટાયા છે તો ડેપ્યુટી વડાપ્રધાન લાલ કૃષ્ણ આડવાણી અહીથી ઇલેક્શન લડી ચૂક્યા છે, તો એલ કે આડવાણી પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે ઇલે્કશન લડી રહ્યાં છે અને એટલે જ કોંગ્રેસ હોય કે ભાજપ હાલ અમદાવાદ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.

અમદાવાદમાં 21 વિધાનસભા સીટ

અમદાવાદ શહેર અને જિલ્લાના 55 લાખ મતદારો અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્ચિમ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સંસદીય ક્ષેત્રના સાસંદોને ચુટે છે. અહી 21 વિધાનસભા વિસ્તાર છે, જેમાં વિરમગામ, સાણંદ ઘાટલોડીયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર જમાલપુર-ખાડીયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા,દસક્રોઇ,ધોળકા અને ધંધુકાનો સમાવેશ થાય છે.

READ  જો ભાજપનો આ દાવ ઉલટો પડ્યો તો થશે મોટું નુકસાન, પાર્ટીએ 3 નવા ચહેરાને ઉમેદવાર જાહેર કરીને આપ્યો છે સંદેશ

અમદાવાદ પુર્વમાં પાંચ વિધાનસભા

જો અમદાવાદ પુર્વ લોકસભા સીટની વાત કરીએ તો વટવા, નિકોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર જેવા વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. 2014માં આ સીટ ઉપરથી ભાજપે પરેશ રાવલને ટીકીટ આપી હતી, જ્યારે આ વખતે ભાજપે અહીં અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટીકીટ આપી છે તો કોંગ્રેસે ગીતાબેન પટેલને અહીથી મેદાનમાં ઉતાર્યા છે.  અમદાવાદ પુર્વમાં 18 લાખની આસપાસ મતદારોની સંખ્યા છે.

અમદાવાદ પશ્ચિમમા સાત વિધાનસભા

અમદાવાદ પશ્ચિમમાં એલિસબ્રિજ, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણીનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભા આવે છે. વર્ષ 2014માં આ વિસ્તારથી ભાજપ તરફથી કિરીટ સોલંકી સાસંદ તરીકે ચૂંટાયા હતા. 2019માં પણ ભાજપે ફરીથી કિરીટ સોલંકીને મેદાનમાંથી ઉતાર્યા છે,તો કોંગ્રેસે અહીથી રાજુ ભાઇ પરમારને ઉતાર્યા છે. અહીં લગભગ 17 લાખ જેટલા મતદારો છે.

READ  અમિત શાહ સરકારમાં મંત્રી બનશે તો ભાજપના અધ્યક્ષ પદે આ નેતાની નિમણૂક થવાની સંભાવના

ગાંધીનગરમાં અમદાવાદના પાંચ વિધાનસભા સીટ

ગાંધીનગર સંસદીય ક્ષેત્રની વાત કરીએ તો અમદાવાદમાંથી સાણંદ ઘાટલોડીયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભાનો સમાવેશ થાય છે. અહીંથી અટલ બિહારી વાજપાયી  પણ ચૂંટણી લડીને જીત્યા છે. વર્ષ 2014માં અહીંથી લોકસભા સીટ એલ કે આડવાણી જીત્યા હતા.  હવે અહીંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યાં છે,  તો કોંગ્રેસે સી જે ચાવડાને ઉતાર્યા છે.  અહી લગભગ 19.45 લાખ મતદાતાઓ છે.

 

 

ખેડામાં અમદાવાદના બે વિધાનસભા સીટ

ખેડા સંસદીય ક્ષેત્રની વાત કરીએ તો અહી અમદાવાદની દસક્રોઈ અને ધોળકા વિધાનસભાનો સમાવેશ થાય છે.  2019માં અહીથી ભાજપે દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે બિમલ શાહને મેદાનમાં ઉતાર્યા છે.  ખેડા લોકસભામાં કુલ 18.03 લાખ મતદાતા છે,

READ  મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ તલાકનું બિલ રજૂ કરાયું, જાણો શા માટે ચોથી વખત બિલ મૂકવું પડ્યું

સુરેન્દ્રનગરમાં અમદાવાદની બે વિધાનસભા સીટ

જો સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની વાત કરીએ તો અમદાવાદમાંથી વિરમગામ અને ધંધુકા વિધાનસભાનો સમાવેશ થાય છે.  અહીંથી ભાજપે 2014ની ચૂંટણીમાં દેવજી ફતેપરાને ટીકીટ આપી હતી પણ 2019માં ડો મહેન્દ્ર મુજપુરાને ભાજપે ટીકીટ આપી છે.  કોંગ્રેસે સોમાભાઇ પટલેને ટીકીટ આપી છે. અહી 18.47 લાખ મતદાતાઓ છે. આમ જે રીતે અમદાવાદ શહેર અને ગ્રામ્યની 21 વિધાનસભા સીટો પાંચ લોકસભા સીટોમાં વહેંચાઈ ગયી છે તેને લઇને અમદાવાદનું મહત્વ ખુબ વધી ગયું છે.  જેથી કોંગ્રેસ અને ભાજપ  માટે હવે અમદાવાદ મહત્વપુર્ણ થઇ સાબિત થઈ ગયું છે.

Oops, something went wrong.
FB Comments