આ છે દુનિયાની સૌથી સુંદર ચલણી નોટ, જાણો ભારતની ચલણી નોટને કયો નંબર મળ્યો?

નોટના છાપકામથી લઈને તેની સુરક્ષા અને સુંદરતાનો ખ્યાલ દુનિયાના દરેક દેશ રાખે છે. સમય સમય પર આ વસ્તુઓમાં બદલાવ પણ કરવામાં આવે છે.

તાજેત્તરમાં જ ઈન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી (IBNS)એ દુનિયાની સૌથી સુંદર નોટની પસંદગી કરી છે. આ પસંદગી પેનલ અને વોટિંગના માધ્યમથી કરવામાં આવી છે. પેનલના સભ્યોએ 2018 માટે IBNSએ કેનેડાના 10 ડૉલરના બેંકનોટને 2018 નોટ ઓફ ધ યર તરીકે પસંદ કરી છે.

 

READ  કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

IBNS નોટની ડિઝાઈન, રંગ, બેલેન્સ અને સિક્યુરીટી ફીચરને ધ્યાનમાં રાખીને નોટ ઓફ ધ યર માટે પસંદ કરે છે. દુનિયાની સૌથી સુંદર બેંક નોટ તરીકે કેનેડાના 10 ડૉલરની નોટને પસંદ કરવામાં આવી છે. આ નોટનો રંગ પર્પલ છે. તેના ફ્રન્ટ સાઈડ પર હૈલીફેક્સ નોર્થનો નક્શો અને વોયલા ડેસમંડની તસવીર છપાયેલી છે.

READ  PM મોદીએ બેલ્જિયમ પ્રવાસ કર્યો રદ, કોરોના વાયરસના ખતરાના કારણે પ્રવાસ રદ

સ્વિટ્ઝર્લન્ડના 200 ફ્રાન્કનો રંગ ભૂરો છે. આ વર્ટિકલ આકારમાં છે. તેના આગળના ભાગમાં એક હાથને બતાવવામાં આવ્યો છે. જેની 3 આંગળીઓ 3 ડાયમેન્શનનો ઈશારો કરી રહી છે અને એક ગ્લોબ પર લેન્ડ માસને પ્રદર્શિત કરવામાં આવી છે.

રશિયાના 100 રૂબલનો રંગ લીલો, પીળો, અને લાલ છે. તેના આગળના ભાગમાં એક છોકરો તેના હાથમાં ફુટબોલ લઈને ઉભો છે અને એક ગોલકિપરને ફુટબોલ માટે ડાઈવ કરતો બતાવવામાં આવ્યો છે.

READ  દેશભરમાં મેઘતાંડવ, જાણો સપ્ટેમ્બર મહિનામાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ?

દુનિયાના 150 દેશોએ તેમની કરન્સીને નોમિનેશન માટે મોકલી હતી પણ લગભગ 10 ટકા કરન્સીને જ નોમિનેશન કરી શકયા હતા. ભારત પણ આ સોસાયટીનું સભ્ય છે પણ આ વખતે ભારતે કરન્સીને નોમિનેશન માટે મોકલી નહતી.

 

Oops, something went wrong.
FB Comments