જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી ‘એક ચિડિયા અનેક ચિડિયા’ બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનારા વિજયા મુલેનું નિધન

એક ચિડિયા અનેક ચિડિયા’ જેવી નામના ધરાવતી એનિમેશન ડોક્યુમેટ્રી બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનાર વિજયા મુલેનું અવસાન થયું છે. 16મે, 1921ના રોજ તેમનો જન્મ થયો હતો અને રવિવારે એટલે 19મેના રોજ તેઓનું અવસાન થયું છે.

જાણીતા ફિલ્મ નિર્માતા અને ઈતિહાસકાર વિજયા મુલે દ્વારા નિર્મિત અને દૂરદર્શન પર પ્રસારત થનારી ડોક્યુમેટ્રી એક ચિડિયા અનેક ચિડિયા એક મિસાલ બની ગયી છે. આજે પણ તેને સોશિયલ મીડિયામાં યૂટ્યુબના માધ્યમથી જોઈ શકાય છે. આ ડોક્યુમેટ્રીમાં મનુષ્યની એકતા વિશે સમજાવવામાં આવ્યું છે. આ ડોક્યુમેટ્રી એટલી પ્રખ્યાત છે આજે પણ લોકો તેને જુએ છે અને સરાહના કરે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના મન પર આ ડોક્યુમેટ્રી અલગ જ અસર છોડી જાય છે.

READ  અમેરિકા: વર્જીનિયાની સરકારી ઓફિસમાં કર્મચારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 12ના મોત 5 ઘાયલ

 

 

આ પણ વાંચો:  વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ

વિજયા મુલેને પોતાના કામમાં પ્રવીણ માનવામાં આવતા હતા અને તેમણે 1959માં દિલ્હી ખાતે ફિલ્મ સોસાયટીના સ્થાપના કરી હતી. બાદમાં તેઓ ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટીના સંયુક્ત સચિવ પણ બન્યા હતા. વિજયા મુલેના પરીવારના કહેવા મુજબ તેઓને કોઈપણ બિમારી નહોતી પણ તેઓની ઉંમર 98 વર્ષની થઈ ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વિજયા મુલેને ઘરે આવવું હતું તેથી તેમને પરિવારજનો ઘરે લઈ આવ્યા હતા અને તેઓએ ત્યાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. વિજયા મુલેને ભારતીય ટેલિવિઝનમાં અતુલનીય પ્રદાન માટે યાદ રાખવામાં આવશે.

READ  2020 સુધી ભારતના મોટા શહેરોમાં ભૂર્ગભ જળ ખતમ થઈ જશે, આ રાજ્ય પર છે વઘારે ખતરો!

 

Surat woman face trouble in budget management due to onion price hike | TV9GujaratiNews

FB Comments