જાણો મત ગણતરી કેવી રીતે થાય છે અને EVMની સુરક્ષા કેવી હોય છે

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મેના રોજ બધાની સામે આવી જશે. પરિણામ પહેલા ઘણી એજન્સીઓ અને ચેનલોએ એગ્ઝિટ પોલ આપ્યા હતા. જેમાં ભાજપ અને NDAને બહુમત જોવા મળી હતી. જાણો કેવી રીતે મતની ગણતરી અને EVM મશીનની સુરક્ષા કરવામાં આવે છે.

ક્યારે શરૂ થશે મતની ગણતરી

23મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ માટે મતની ગણતરી શરૂ થશે. સવારે 8 વાગ્યાથી EVM મશીનમાં બંધ મતની ગણતરી શરૂ થશે. મતની ગણતરીની સાથે VVPATની સ્લિપોની પણ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

 

કેવી રીતે થશે મતની ગણતરી?

લોકસભા ચૂંટણીમાં મતની ગણતરીનો ક્રમ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ પેપરથી શરૂઆત થશે. પોસ્ટલ બેલેટ પેપર પછી EVMના મતની ગણતરી શરૂ કરવામાં આવશે. બધા જ મતની ગણતરી રિટર્નિગ ઓફિસરની હાજરીમાં શરૂ થશે.

ગણતરી દરમિયાન કોઈ પણ બેલેટ પેપર ગાયબ થશે તો રિટર્નિગ ઓફિસર તરત ચૂંટણી પંચને સુચિત કરશે. દરેક વિધાનસભાથી 5 મતદાન મથકના EVM અને VVPATના સ્લિપની મેળવણી કરવામાં આવશે. પરિણામ જાહેર થતાં તેમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ મળશે નહિ તો ગણતરી પછી છેલ્લુ પરિણામ જાહેર કરવામાં આવશે. ગણતરી શરૂ થતાં પહેલા રિટર્નિગ ઓફિસરની હાજરીમાં બધા જ EVMની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: મહારાણીના મહેલમાં આવી નોકરીની ઓફર, મહેલમાં રહેવા-જમવાનું મફત પગાર મળશે મહિને 2 લાખ રૂપિયા, જાણો શું કરવાનું રહેશે કામ અને કેવી રીતે કરશો એપ્લાય

હાજર રહેશે કાઉન્ટિગ એજન્ટ

ચૂંટણી પરિણામોના કાઉન્ટિગ દરમિયાન ત્યાં બધા જ કાઉન્ટિગ એજન્ટ પણ હાજર રહેશે. કાઉન્ટિગની પ્રક્રિયા પર નજર રાખવા માટે ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિગ એજન્ટ હાજર રહેશે. ઉમેદવારોને એ અધિકાર છે કે તે જાતે પણ તેમના કાઉન્ટિગ એજન્ટની સાથે સેન્ટર પર હાજર રહી શકે છે.

EVMની સુરક્ષાના નિયમ

મતદાન પહેલા બધીજ પાર્ટીઓને એક જ ચિંતા હોય છે કે EVMની સાથે કંઈક છેડછાડ ના થાય, તેથી બધી જ પાર્ટીઓના એજન્ટ સ્ટ્રોન્ગ રૂમની બાહર તૈનાત રહે છે પણ EVMની સુરક્ષાને લઈને ચૂંટણી પંચે પણ નિયમ બનાવ્યા છે.

1. વોટિગ મશીન સુરક્ષા સાથે સ્ટ્રોન્ગ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે અને તેની સુરક્ષા 24X7 કરવામાં આવે છે.

2. સ્ટ્રોન્ગ રૂમના સીલિંગ સમયે રાજય અને કેન્દ્રની માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓના અધિકારીઓ હાજર રહે છે. તે ઈચ્છે તો તેમનું સીલ પણ સ્ટ્રોન્ગ રૂમના લોક પર લગાવી શકે છે.

3. સ્ટ્રોન્ગ રૂમ ડબલ લોક સિસ્ટમવાળા હોય છે અને એક જ એન્ટ્રી પોઈન્ટ હોય છે.

4. સ્ટ્રોન્ગ રૂમની બારીઓ સુધી સીલ કરવામાં આવે છે જેથી કોઈ અંદર પ્રવેશ કરી શકે નહિં.

5.એન્ટ્રી પોઈન્ટ પર 24 કલાક CCTV કેમેરાથી નજર રાખવામાં આવે છે.

 

Monsoon 2019: Gujarat gets respite after heavy rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

મહારાણીના મહેલમાં આવી નોકરીની ઓફર, મહેલમાં રહેવા-જમવાનું મફત પગાર મળશે મહિને 2 લાખ રૂપિયા, જાણો શું કરવાનું રહેશે કામ અને કેવી રીતે કરશો એપ્લાય

Read Next

સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

WhatsApp પર સમાચાર