તરબૂચ ખાતા પહેલાં આ રીતે ચકાસો કે તેને ઈંજેક્શન વડે તો પકવવામાં નથી આવ્યું ને?

ઉનાળાની સાથે તરબૂચ પણ બજારમાં આવી ગયા છે. તરબૂચ ખાતા પહેલાં તમારે સાવધાન થઈ જવાની જરુર છે કારણ કે તમે તરબૂચના બદલે ઝેર પણ ખાઈ રહ્યાં હોય તેવું બની શકે છે.

જ્યારે પણ તરબૂચ પાકે નહીં અને તેનું વેચાણ કરવાનું થાય ત્યારે તેને એક અલગ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઈંજેક્શનના લીધે તરબૂચ પાકેલું લાગે છે અને તેના અંદરના લાલ રંગમાં પણ ફેરફાર થઈ જાય છે.

READ  ઝડપથી વજન ઘટાડવું છે? ખોરાકમાં લો આ 5 વસ્તુ! જુઓ VIDEO

 

 

કેવી રીતે ખબર પડે કે તરબૂચમાં ઈન્જેક્શન મારેલું છે?

જો તરબૂચમાં ઈંજેક્શન મારેલું હોય તો તે ચારેબાજુથી લીલા રંગનું જ દેખાશે કારણ કે કૃત્રિમ રીતે તેને લીલું દેખાઈ તેવું કરવાનો પ્રયાસ થયો હશે. તરબૂચની જે દંડી હોય છે તે પાક્યા બાદ કાળી પડી જાય છે અને ઈંજેક્શન મારીને પકવેલાં તરબૂચમાં આવું જણાતું નથી.

READ  જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO

જો તરબૂચ સામાન્ય રીતે જ પાકેલું હોય તો તેનો રંગ પણ અંદરથી એકસમાન હોય છે. જો બધી જગ્યાએ સમાન રંગ ના જોવા મળે તો તમારે ચેતી જવાની જરુર છે. કેમિકલ રીતે પકાવવામાં આવ્યું હોય તો કેટલાંક ભાગો ફિક્કા દેખાઈ આવે છે.

જો વધારે ચકાસણી કરવાનું મન થાય તો તરબૂચમાંથી એક ટૂકડો કાપો અને તેને એક પાણી ભરેલા વાસણમાં નાખો. થોડા સમય બાદ પાણીનો રંગ હલકો ગુલાબી થઈ જાય અથવા લાલ થઈ જાય તો તે તરબૂચને રંગથી મીઠું બનાવવાનો પ્રયાસ થયેલો છે તેવા તારણ પર આવી શકાય છે. તરબૂચમાં મીઠાસ બધા ભાગોમાં એક જેવી હોવી જોઈએ અને જો આવું ન હોય તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે.

READ  આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

 

Oops, something went wrong.
FB Comments