અમદાવાદ : સૂકો અને ભીનો કચરો એટલે શું ? કેવી રીતે કરશો અલગ ? જાણો એક ક્લિક પર

dustbin_tv9
dustbin_tv9

આજથી એટલે કે 3 ડિસેમ્બરથી અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએથી અલગ અલગ કરેલો કચરો સ્વીકારવામાં આવશે. AMC તરફથી રવિવારે સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેના માટે જાહેરાત કરવામાં આવી છે. નાગરિકોને કચરો અલગ કરવા માટે લીલા અને વાદળી રંગની નવી કચરાપેટી આપવામાં આવશે.

સૂકા અને ભીના કચરાને અલગ એકત્ર કરી તેનો નિકાલ કરવાનાં પ્રોજેકટને સફળ બનાવવા માટે શહેરના તમામ ગાર્ડનમાં AMCના અધિકારીઓ લોકોને કઇ રીતે સૂકો અને ભીનો કચરો છૂટા પાડવામાં આવે તેની માહિતી આપી રહ્યાં હતાં. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા પણ શહેરના પરિમલ ગાર્ડનમાં જઇને લોકોને સમજાવ્યાં હતાં.

READ  પાટણની APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.5755, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો : અકબરૂદ્દીને પીએમ મોદી પર આપ્યું વિવાદીત નિવેદન, ‘એટલો માર મારીશ કે કાનમાંથી લોહી નીકળશે…’

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ તમામ શહેરોમાં સૂકો કચરો અને ભીનો કચરો શું છે ? આવો સમજીએ સૂકો અને ભીનો કચરો છે શું અને તેને કેવી રીતે તમે અલગ કરી શકશો.

સૂકો કચરો એટલે જેમાં :- કાગળ, કાંચ, પુંઠા, ધાતુ, કપડાં, પ્લાસ્ટિકની થેલીઓ અને રબરની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે.

READ  Cricketer Mohammed Shami's wife Hasin Jahan addresses press conference

ભીનો કચરો એટલે જેમાં :- ખરાબ થયેલાં શાકભાજી, ખોરાક, ફળ અને તેના છોતરાં, ઝાડના પાંદડા અને તેની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત AMC દ્વારા કચરાંને અલગ કરવા માટેની તમામ સૂચના કચરો સંગ્રહ કરનારને પણ આપવામાં આવી છે. જેઓ તમારે ત્યાંથી કચરો શરૂઆતમાં અલગ કરશે.

[yop_poll id=”104″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Keep these documents along to avoid hefty traffic fines | Tv9GujaratiNews

FB Comments