ટ્ર્મ્પના કાફલામાં 10 કરોડની કાર, જાણો આ કાર કેમ છે ખુબ જ મહત્વની?

us-president-donald-trump-official-car-cadillac-the-beast-know-the-features

ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યાં છે અને તેઓ આવે પહેલાં જ યુએસના એરફોર્સ દ્વારા અમુક કાર ભારત પહોંચી ગયી છે. અમદાવાદ ખાતે પણ કાર આવી પહોંચી છે તો આગરા ખાતે પણ ટ્રમ્પ તાજમહાલ જોવા જવાના હોવાથી કાર આવી પહોંચી છે. જાણીશું કે શા માટે આ ટ્રમ્પને એક અભેદ સુરક્ષા પ્રદાન કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

us-president-donald-trump-official-car-cadillac-the-beast-know-the-features

આ પણ વાંચો :   ભારત પ્રવાસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યું આ મોટું નિવેદન

ટ્રમ્પ જ્યાં જ્યાં જાય છે તેમની સાથે દ બીસ્ટ કાર પણ જાય છે. તે આર્મ્સ ફોર્સ માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે. જેને 2018ના વર્ષમાં ટ્રમ્પના કાફલામાં સામેલ કરવામાં આવી. 8000 સીસીનું એન્જિન આ કારમાં લાગેલું છે અને આ કાર જનરલ મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે. આ કાર બૂલેટપ્રૂફ છે અને તે કોઈપણ પ્રકારની આગમાંથી નીકળી શકે છે.

READ  તિરુપતિ બાલાજી મંદિરમાં દાનનો વરસાદ, 5 મહિનામાં 140 કરોડ રુપિયાની આવક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

us-president-donald-trump-official-car-cadillac-the-beast-know-the-features

કારની નીચેનો ભાગ પાંચ ઈંચ સ્ટીલ દ્વારા બનાવવામાં આવ્યો હોય છે અને તેના લીધે કાર કોઈપણ બોંબ બ્લાસ્ટને સરળતાથી સહન કરી શકે છે. આ કારને લાવવા જઈ જવા માટે મોટું એરફોર્સનું વિમાન સી 17 વપરાય છે. આ કારમાં ડ્રાઈવર માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે અને પાર્ટિશન હોવાથી તે રાષ્ટ્રપતિને જોઈ શકતો નથી. ટ્રમ્પ કોઈ પણ ઈમરજન્સીમાં વાત કરી શકે છે તે માટે એક સેટેલાઈટ ફોન પણ આ કારમાં હોય છે. જો કોઈ ઈમરજન્સી આવે તો આ કારને 180 ડિગ્રી સરળતાથી ટર્ન કરી શકાય છે. આ કારને ચલાવવા માટે જવાબદારી એક પ્રશિક્ષિત સિક્રેટ સર્વિસના એજન્ટને સોંપવામાં આવી હોય છે.

READ  રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

us-president-donald-trump-official-car-cadillac-the-beast-know-the-features

તમામ ગ્લાસ અને દરવાજાઓ બ્લૂટપ્રૂફ હોય છે અને તેમાં ગોળી વાગી શકતી નથી. આવી એક નહીં પણ 12 ગાડીઓ ટ્રમ્પની પાસે છે તેવી જાણકારી મળી રહી છે. સાથે જ રાષ્ટ્રપતિના લોહી ગ્રૂપ જે હોય તે બ્લડ બેંક પણ રાખવામાં આવે છે. આ સિવાય શોર્ટ ગન, આંસુ ગેસ, ઓક્સિજન સપ્લાય, નાઈટ વિઝન કેમેરા પણ હોય છે.

READ  VIDEO: ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 42 થઈ, કેરળમાં ત્રણ વર્ષની બાળકી કોરોના પોઝિટિવ

આ ગાડીમાં ક્યારેય પંચર પડતું નથી. જો ટાયર ફાટી જાય તો પણ નીચેનું સ્તર એટલું સક્ષમ હોય છે કે ગાડી ચાલી શકે છે. આ ગાડી કોઈપણ હાલતમાં સુરક્ષાને લઈને સક્ષમ છે. 3.7 લીટર ઈંધણમાં આ ગાડી 8 કિમીની એવરેજ આપે છે. મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિકલાક જ આ કાર ચાલી શકે છે. આમ આ કાર કોઈપણ મોટા હુમલામાં રાષ્ટ્રપતિને સુરક્ષાપૂર્વક બહાર નીકાળવામાં સક્ષમ છે.  આ કારની કિંમત 10 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે.

 

 

Oops, something went wrong.
FB Comments