જાણો ટ્વિટરના CEO દિવસમાં કેટલી વાર જમે છે

ટ્વિટરના સંસ્થાપક અને CEO 42 વર્ષીય જેક ડોર્સી હાલના દિવસોમાં તેમની અલગ આદતના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

જેક ડોર્સી રોજ 24 કલાકમાં એક જ વાર જમે છે. તે નાસ્તો અને બપોરનું જમવાનું લેતા નથી અને ખાલી રાત્રે ભોજન કરે છે. 8 કિલોમીટર ચાલીને તેમની ઓફિસે જાય છે અને રોજ સવારે 15 મિનિટ બરફના ઠંડા પાણીથી સ્નાન કરે છે. તે સિવાય જેક ડોર્સી રજાના દિવસે પણ કઈ જમતા નથી અને 2 દિવસ ખાલી પાણી પીવે છે.

 

READ  પિતાએ કન્યાદાનની પાડી દીધી 'ના', કહ્યું, "દીકરી છે, કોઈ પ્રોપર્ટી નહીં કે દાનમાં આપું" સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ લગ્ન

જેક ડોર્સીએ કહ્યુ કે આ રીતે કડક ડાયટ અને સ્વાસ્થય પ્લાન ફોલો કરીને તેમને ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળે છે. આ સ્પેશયલ રૂટીનના કારણે તેમનું મગજ એટલુ સાફ રહે છે કે તે બેડમાં જઈને તેમને 10 મિનિટમાં ઊંઘ આવી જાય છે. અઠવાડિયામાં 5 વખત જમવાની આદતના લીધે હવે તેમની સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ આદતને બિમારી પણ ગણાવી રહ્યા છે.

READ  પરમાણુ હથિયારોથી લેસ છે ટ્રમ્પનું સરકારી વિમાન, જાણો તમામ ખાસિયતો વિશે

 

Oops, something went wrong.
FB Comments