જાણો કેવી રીતે બે પટ્ટાવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કરાવતા હતા પાસ, MS યુનિવર્સિટીમાંથી ઉત્તરવહી ચોરીનું કૌભાંડ આવ્યું બહાર!

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના બે પ્યુન ઉતરવહી પરીક્ષા વિભાગમાંથી ચોરી કરીને બહાર લઇ જતાં હતાં. સત્તાધીશોએ છટકું ગોઠવીને બંને પ્યુનને રંગે હાથે પકડી પાડ્યાં હતાં.

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એક વાર કૌભાંડ બહાર આવ્યું છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં એસેસમેન્ટ સેલમાં ફરજ બજાવતાં બે હંગામી પ્યુન ઉતરવહી પરીક્ષા વિભાગમાંથી ચોરી કરીને શર્ટમાં સંતાડીને બહાર લઇ જતાં હતાં. ત્યારે આ બાબતની શંકા સત્તાધીશોને જતાં સત્તાધીશો ગઈકાલે મોડી રાત્રે ઉતરવહી સંતાડીને લઇ જતાં  બે પ્યુનને રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાંથી જો અતિ મહત્વની એવી વિદ્યાર્થીઓની ઉતરવહી બહાર જતાં શિક્ષણ જગતમાં યુનિવર્સિટીની સુરક્ષાને લઈને ચર્ચા મચી જવા પામી છે. જ્યારે આ સમગ્ર બાબતે યુનિવર્સિટી દ્રારા એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટિ આ ઘટનાની દિશામાં વધુ તપાસ પણ હાથ ધરશે. કૌભાંડ મુદ્દે હવે યુનિ. પોલીસ ફરિયાદ નોંધાવશે અને ચોરી કૌભાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓના પરિણામ પણ અટકાવાશે.

 

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાંથી આર્ટસ ફેકલ્ટીની પરીક્ષા યોજાઇ ગયા બાદ જ્યારે તે તપાસવા માટે ઉતરવહી હેડ ઓફિસ ખાતે લાવવામાં આવતી હોય છે. તે પરીક્ષાની ઉતરવહીને પરીક્ષા વિભાગના જ ત્રણ પ્યુન ચિરાગ ગંગારામ,અંકિત કણશે,અને અશ્વિન સિંહ પોતાના શર્ટમાં સંતાડીને બહાર લઇ જતાં હતાં. ત્યાર બાદ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 900થી 1 હજાર લઇને ખાલી ઉતરવહીમાં પ્રશ્નપત્રમાં પુછવામાં આવેલા સવાલોના જવાબ લખાવી દેતા હતાં.

આ પણ વાંચો:સેનાના નિવૃત કર્મચારી પર મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ, સૈનિકે આરોપને નકારી જાહેર કર્યા CCTV ફૂટેજ

છેલ્લાં ઘણાં સમયથી પરીક્ષા વિભાગમાં ઉતરવહીની ગણતરી સમયે ઉતરવહીની ઘટ આવતાં હતી. ત્યાર બાદ બીજા દિવસે ફરીવાર ગણતરીમાં દરેક ઉતરવહી મળી આવતી હતી. જેથી અનેક અધ્યાપકોને ઉતરવહી બહાર જતી હોવાની શંકા ગઇ હતી. આ આધારે ગઇકાલે સત્તાધીશોએ છટકું ગોઠવીને બે પ્યુનને રંગે હાથે પકડી પાડ્યાં હતાં.

Surat Fire: State govt has issued orders of immediate investigation in the matter: CM Rupani

FB Comments

TV9 WebDesk8

Read Previous

ગંભીરે એવું કહી દીધુ કે મારા પર લાગેલા આક્ષેપો સાચા સાબિત થશે તો હું જાહેરમાં પોતાની જાતને ફાંસીએ ચડાવી દઈશ, નહીંતર કેજરીવાલ આવુ કરશે?

Read Next

તો ખરેખર રાહુલ ગાંધીને અમેઠીના લોકોએ માર માર્યો? જાણો સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ ખબર વિશેની સાચી હકીકત

WhatsApp chat