જાણો છો જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્રણ લેનાર મહિલા મનીષા ગોસ્વામી કોણ છે?

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે સત્તાવાર રીતે ધપકડ કરી છે. જયંતિ ભાનુશાળીના પરિવારે પણ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પર હત્યાના ઓરોપો લગાવ્યા હતા. ત્યારે હવે 2 લોકોની ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે. 

છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચેની દુશ્મની તો સૌ કોઈ વાકેફ છે જ પરંતુ આખરે આ મહિલા, મનીષા ગોસ્વામી કોણ છે જેનું નામ આ હત્યામાં સંડોવાયું છે. કહેવાય છે કે જયંતિની હત્યા રાજકીય કારણોસર તેમજ અંગત અદાવતમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી મનીષા ગાયબ છે. તેનો મોબાઈલ પણ સ્વિચ ઑફ છે.

મનીષાએ અગાઉ જયંતિ ભાનુશાળી વિરૂદ્ધ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

મનીષાએ જયંતિ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પરંતુ બાદમાં આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અને તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

મનીષા ગોસ્વામી મૂળ વાપીની છે, તે પરિણીત છે અને 3 બાળકોની માતા છે. જયંતિ ભાનુશાળીના પુત્રનું જ્યારે અકસ્માતમાં નિધન થયું હતું તે સમયે આ બંને એકબીજાની નજીક આવ્યા હતા. કહેવાય છે કે આ બંને વચ્ચે પ્રેમસંબંધ અને શારીરિક સંબંધ પણ હતો.

 

મનીષા જયંતિના ઈશારે કરતી કામ, બનાવતી અશ્લીલ સીડી

આ સમય દરમિયાન જયંતિ કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને તેમણે મનીષાનો રાજકીય રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જયંતિના ઈશારે મનીષાએ ઘણાં લોકો સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેની સીડી બનાવી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. પરંતુ સમય જતા જયંતિ અને મનીષા વચ્ચે અણબનાવ થવા લાગ્યો. વર્ષ 2016માં એ બંને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો. જોકે ત્યારે જયંતિ જેને ગુરૂ માનતા તેમણે આ બંને વચ્ચે સમાધાન કરાવ્યું. મનીષાએ સમાધાન પેટે 5 કરોડ પણ માદ્યા જે ભાનુશાળીએ ન આપ્યા બંને વચ્ચેનો સંબંધ વણસી ગયો.

વર્ષ 2018માં ખંડણીને લઈને બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને એવાકમાં જ મનીષાએ સુરજિત ભાઉ જે એક શાર્પશૂટર છે તેની સાથે દોસ્તી કરી.

2018માં મનીષાએ જયંતિના ભત્રીજા સુનીલને બદનામ કરવાની ધમકી આપી હતી અને 10 કરોડની ખંડણી માગી હતી. આ ઉપરાંત, જયંતિના ભાભી સરસ્વતી બહેનની પણ બોગસ પાવર ઓફ અટર્ની બનાવી બારોબર જમીન વેચી દેવાને લઈને મનીષા સામે ફરિયાદ નોંધાઈ હતી.

સૂત્રોનું માનીએ તો 3 જાન્યુઆરીએ મનીષા એક વ્યક્તિને મળી હતી અને તે ભાનુશાળીને ખતમ કરી દેશે તેમ પણ કહ્યું હતું.

[yop_poll id=795]

Maharashtra CM Devendra Fadnavis among water bill defaulters, owes Rs 7.4 lakh to BMC

FB Comments

TV9 Web Desk3

Read Previous

હાથમાં બંદૂક પકડી તાજમહેલની આતંકીઓથી સુરક્ષા કરતા CISFના જવાનોના હાથમાં જોવા મળી રહી છે ‘ગલોલ’, જાણો કેમ

Read Next

સવર્ણોને 10 ટકા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ઝાટકે સંભળાવી દીધો પોતાનો ચુકાદો, વાંચો અહેવાલ અને જાણો સુપ્રીમ કોર્ટે શું વલણ અપનાવ્યું ?

WhatsApp પર સમાચાર