જાણો સચિન તેંડુલકરે તેમની પર લાગેલા ગંભીર આરોપો પર જવાબમાં શું કહ્યું

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેમની પર લાગેલા આરોપો રદ કરતા તેમને દાવો કર્યો છે કે તેમને IPL ફેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી કોઈ ફાયદો ઉઠાવ્યો નથી અને તે કોઈ નિર્ણય લેવાની કોઈ પણ પ્રક્રિયામાં ભાગીદાર પણ રહ્યાં નથી.

સચિને તેંડુલકરે BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી ડી.કે.જૈનએ મોકલેલી નોટિસનો લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં 14 મુદ્દાઓનો ઉલ્લેખ છે. સચિન તેંડુલકર અને VVSલક્ષ્મણને મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરેલી ફરિયાદ પર નોટિસ મોકલી હતી.

 

READ  IPL 2020ને લીલી ઝંડી મળતા જ બહિષ્કારની ધમકી, આ છે તેની પાછળનું કારણ

ફરિયાદ અનુસાર લક્ષ્મણ અને સચિન તેંડુલકરને IPL ફેન્ચાઈઝી ટીમ સનરાઈજર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના સહાયક સભ્ય અને BCCIના ક્રિકેટ સલાહકાર સમિતીના સભ્ય તરીકે રહ્યાં.

આ પણ વાંચો: પાન મસાલા ખાઈને જાહેર માર્ગો પર થુંકનારા ચેતી જજો નહી બચી શકો AMCની ત્રીજી આંખથી- જુઓ વીડિયો

સચિન તેંડુલકરે જવાબમાં લખ્યું કે સૌથી પહેલા બધી જ ફરિયાદને રદ કરે છે. તેમને નિવૃતી પછી મુંબઈ ઈન્ડિયન્સ IPL ફેન્ચાઈઝી ટીમ ‘આઈકોન’ તરીકે કોઈ પણ વિશેષ આર્થિક લાભ કે ફાયદો નથી લીધો અને તે કોઈ પણ પ્રકારે ફેન્ચાઈઝી માટે કાર્યરત નથી. તે કોઈ પણ પદ ધરાવતા નથી. તેમને ટીમ માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી. તેથી BCCIના નિયમોની હેઠળ કે કોઈ પણ રીતે હિતનો કોઈ ટકરાવ થયો નથી.

READ  કેપ્ટન કોહલીના આ નિર્ણયથી 'વિરાટ સેના' સામે ધ્વસ્ત થઈ ગઈ સાઉથ આફ્રિકાની ટીમ?

 

Oops, something went wrong.
FB Comments