1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

ન માત્ર બૉલિવૂડ સ્ટાર્સ પરંતુ સ્ટાર કિડ્સ પર પણ સૌની નજર હોય છે. તેઓ શું કરે છે, કઈ બ્રાન્ડના કપડાં પહેરે છે, શું ખાય છે જેવી દરેક વસ્તુઓમાં લોકોને રસ હોય છે. પણ આખરે તેઓ પણ છે તો બાળકો જ. ફરક એટલો છે કે તેમની સ્કૂલ્સ એવી નથી હોતી જ્યાં આપણે કે તમારા જેવા લોકો ભણ્યા છે. તેમણે કૉલરનું બટન બંધ કરીને બે ચોટીઓમાં રિબન નથી નાખવાની હોતી.

તો મુંબઈની આ એક સ્કૂલ છે જ્યાં મોટા ભાગના સ્ટાર્સના બાળકો ભણી ચૂક્યા છે અથવા તો હાલ ભણી રહ્યાં છે. આ સ્કૂલનું નામ છે ધીરુભાઈ અંબાણી સ્કૂલ. સ્વાભાવિક બાબત છે કે આ સ્કૂલ સ્વર્ગીય ધીરૂભાઈ અંબાણીના પરિવારે બનાવી હતી. સ્કૂલના ફાઉન્ડર અને ચેરપર્સન છે નીતા અંબાણી. અને જેમ આપણે જાણીએ છીએ અને જોઈ ચૂક્યા છીએ કે નીતા અંબાણીની બૉલિવૂડ સ્ટાર્સ સાથે ગાઢ દોસ્તી છે.

પણ શું તમને ખબર છે કે ધીરૂભાઈ અંબાણી સ્કૂલની ફી કેટલી છે?

એક સામાન્ય વ્યક્તિ 1 બીએચકે ફ્લેટની કિંમત જે હપ્તે હપ્તે 20 વર્ષોમાં ચૂકવે છે, તેટલી રકમ તો આ સ્ટાર કિડ્સની સ્કૂલ ફીઝ સ્વરૂપે 1 વર્ષમાં ભરી દે છે.

લૉઅર કેજીથી સાતમા ધોરણ સુધી: દર મહિને રૂ.1,70,000

ધોરણ 8થી 10 સુધી (ICSE): દર મહિને રૂ.1,85,000

ધોરણ 8થી 10 સુધી (IGCSE): દર મહિને રૂ.4,48,000  

 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જોકે  સ્કૂલની ફી વધારે હોવાથી અહીં આગળ વધાવાના મોકા પણ ખૂબ મળે છે. પ્રિંસટન તેમજ યેલ જેવી યુનિવર્સિટીમાં જાય છે અહીં ભણતાં બાળકો. આ સ્કૂલ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલી છે અને 7 માળની છે. વર્ષ 2003માં નીતા અંબાણીએ તેની સ્થાપના કરી હતી, જ્યાં એકથી એક ચઢિયાતી મોર્ડન એમિનિટીઝ પણ આવેલી છે.

આ પણ વાંચો : લગ્ન બાદ રણવીરસિંહે એક કાર્યક્રમમાં એવું તો શું કહ્યું કે દીપિકાને આવી ગયા ખુશીના આંસૂ! જુઓ VIDEO

હવે જાણો, અહીં કોણ-કોણ ભણી ચૂક્યું છે?

  • અર્જુન અને સારા તેંદૂલકર (સચિન-અંજલિ તેંદૂલકરના બાળકો)
  • સુહાના અને આર્યન ખાન (શાહરૂખખાન-ગૌરીના બાળકો)
  • આરાધ્ય બચ્ચન (ઐશ્વર્યા-અભિષેકની દીકરી)
  • જાનવી કપૂર (શ્રીદેવી-બૉની કપૂરની દીકરી)

  • રેહાન અને રિદાન રોશન (રિતીક-એક્સ વાઈફ સુઝાનના બાળકો)
  • ઈરા ખાન (આમિર ખાન-એક્સ વાઈફ રીનાની દીકરી)
  • શક્યા અને અકીરા અખ્તર (ફરહાન-એક્સ વાઈફ અધુનાના બાળકો)
  • અન્યા, દીવા અને ત્ઝાર કુંદર (ફરાહ ખાન અને શિરીષ કુંદરના બાળકો)

[yop_poll id=384]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

VishwaCup 2019 : Amdavadis set to tune in for India Vs Pakistan mega-match |Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

WhatsApp પર ડિલીટ કર્યા વગર પર્સનલ ચૅટ Hide કરવા માંગો છો ? તો વાંચી લો આ ખબર, થઈ જશે આપનું કામ

Read Next

જાન્યુઆરી 2019માં થશે આ 8 મોટા ફેરફાર, આપની જિંદગી પર પડશે સીધી અસર!

WhatsApp પર સમાચાર