ભાત બનાવ્યા બાદ જો તમે તે ભાતનું પાણી ફેંકી દો છો તો આ ખબર છે તમારા માટે, આ પાણીના ફાયદાઓ જાણીને લાગશે નવાઈ

આપણે જ્યારે ભાત બનાવીએ ત્યારે ચોખાને જેમાં પલાળ્યા હોય અને ત્યારબાદ જે પાણીમાં ઉકાળીએ છીએ તે પાણી આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમે જ્યારે આ પાણીના ફાયદાઓ જાણશો તો પછી ક્યારેય આ પાણી ફેંકવા વિશે નહીં વિચારો.

ભાતના આ વધેલા પાણીને માંડ પણ કહેવામાં આવે છે. જો તમે આ માંડને તમારી ત્વચા અને વાળના ઉપયોગમાં લો તો તેના તમને ઘણાં ફાયદાઓ થાય છે.

ચહેરા પરના ડાઘ-ધબ્બા થાય છે દૂર

જો તમે ભાતના પાણી એટલે કે માંડથી પોતાના ચહેરાને ધોશો તો તમારી ત્વચા નરમ બની જશે અને ચહેરા પર ચમક વધશે. આ પાણીને ઉપયોગમાં લેવાથી તમારા ચહેરા પરના કાળા ડાઘ-ધબ્બા દૂર થઈ જશે. ભાતના પાણીમાં પ્રોટીન, વિટામિન અને એન્ટિ-ઑક્સિડન્ટ તત્વો મળી આવે છે.

 

READ  મહેસાણામાં લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, જુઓ VIDEO

ભાતના પાણીથી તૈયાર કરો ફેસ માસ્ક

ભાતના ઉકાળેલું પાણી ઠંડું થઈ જાય ત્યારબાદ પણ તમે કામમાં લઈ શકો છો. આ પાણીના ઉપયોગથી તમે રાઈસ વોટર ફેસ માસ્ક બનાવી શકો છો. જેનાથી તમારી ત્વચા વધુ ટાઈટ થઈ જશે અને ચહેરા પર કરચલીઓ નહીં રહે. ફેસ માસ્ક બનાવવા માટે તમે ભાતના પાણીને એક પેપર ટૉવેલમાં પલાળો. આ ટૉવેલને બહાર કાઢીને પોતાના ચહેરા પર માસ્કની જેમ મૂકી દો. આશરે અડધો કલાક આમ રાખ્યા બાદ તેને હટાવીને ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ટાઈટ થવા લાગશે અને વધુ ચમકદાર બનશે.

READ  ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

વાળ માટે પણ કરો ઉપયોગ

તમે ભાતના પાણીનો  ઉપયોગ વાળ માટે પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બની જશે. ભાતમાં ઈનૉસિટૉલ નામનું કાર્બોહાઈડ્રેટ મળી આવે છે જે આપણા વાળને મજબૂતી પ્રદાન કરે છે. તમે ભાતના પાણીનો ઉપયોગ શેમ્પૂ, કંડિશનરના રૂપમાં પણ કરી શકો છો. તમે ભાતના પાણીને પોતાના વાળ પર નાખીને તેનાથી માલિશ કરી, ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. તેના નિયમિત ઉપયોગથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બની જશે.

READ  બનાસકાંઠાના બજારમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6600, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

[yop_poll id=989]

Stage collapse during a political rally in Sagar, Ex-HM of Madhya Pradesh falls down | Tv9

FB Comments