કરોડો અને અબજો રૂપિયાના ગોટાળા કરનારા લોકો અને ખુંખાર અપરાધીઓને પકડનારા CBI ઓફિસરનો કેટલો હોય છે પગાર, જુઓ આ Video

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી છે. CBIનું મુખ્ય કાર્ય આપરાધિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા જુદા-જુદા પ્રકારની બાબતોની તપાસ કરવાનું કામ કરે છે. CBI કર્મચારીઓ અને તાલીમ વિભાગના હેઠળ કામ કરે છે અને તેમના અધિકારો તેમજ કાર્ય દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મૂજબ છે. એજન્સી અનેક આર્થિક ગુનાઓ, વિશેષ ગુનાઓ, ભ્રષ્ટાચારના કેસો અને અન્ય હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ કરવા માટે જાણીતી છે. તો ચાલો જાણીએ CBIના ઓફિસરનો કેટલો પગાર હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

CBIના હેડ હોય છે તેના ડાયરેક્ટર, હાલ CBIના ડાયરેક્ટર તરીકે ઋષિ કુમાર સુક્લાની નિમણુક કરાવામાં આવેલ છે જેનો માસિક પગાર રૂ. 1.60 થી 2.20 લાખ હોય છે. ત્યારબાદ વાત કરીએ તો CBIના સ્પેશિયલ ડાયરેક્ટરની તો તેને 2.25 લાખ રૂ. નું વેતન મળે છે. CBIના એડિશનલ ડાયરેક્ટરને મહિને 2.05 લાખ રૂ. અને ઈન્સપેક્ટરને રૂ.1.44 લાખ માસિક વળતર મળે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એજન્સીમાં કાર્યરત ડેપ્યુટી ઈન્સપેક્ટરને વેતન સ્વરૂપે 1.31 લાખ રૂ. જ્યારે સીનિયર સુપ્રીટેન્ડેન્ટને 1.18 લાખ રૂ.ની સેલેરી આપવામાં આવે છે. CBIમાં સુપ્રીટેન્ડેન્ટને રૂ.78,800 તો સબ ઈન્સપેક્ટરને 71,500 રૂ.નો પગાર મળે છે. એ જ રીતે એજન્સીમાં એડિશનલ સુપ્રીટેન્ડેન્ટને 67,700 રૂ. તો ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ રૂ.56,100 વેતન સ્વરૂપે આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments

TV9 Webdesk13

Read Previous

VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા

Read Next

VIDEO: અમરેલીના શિયાળ બેટ પર ફસાયેલી ગર્ભવતી મહિલાનું NDRFની ટીમ દ્વારા જોખમ ભરેલુ રેસ્કયૂ

WhatsApp પર સમાચાર