એક CLICKમાં જાણો વાયુસેનાએ કઈ રીતે કરી ઍર સર્જિકલ સ્ટ્રાઇક ? પાકિસ્તાની આર્મી સીઝફાયર ભંગ કરી ભારતીય આર્મીને એંગેજ રાખી રહી હતી, તેને ઍરફોર્સના હુમલાનો સપનામાંય ખ્યાલ નહોતો !

ભારતે પુલવામા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને ત્યાં મોજૂદ આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી છે અને સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લઈ લીધો છે.

 

ત્યારે સૌના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ઍરફોર્સે આખરે કઈ રીતે આ આખી ઍર સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યું. ગુપ્તચર એજંસીથી મળેલ ઇનપુટ ઍરફોર્સે શૅર કર્યા હતા. ત્યાર બાદ અક્ષાંશ રેખાના આધારે પિન પૉઇંટ પર હતું આખું ઑપરેશન. ભારતીય થલ સેના (આર્મી) અને ભારતીય વાયુસેનાએ વેલ કોરરિનેડ પર હુમલો કર્યો. આ ઑપરેશન અત્યંત ગુપ્ત હતુ. મલ્ટી ડાયમેંશન પૅડ્સથી આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી.

READ  APMC અમદાવાદમાં બટાટાના મહત્તમ ભાવ રહ્યા રૂ.320, જાણો જુદા-જુદા પાકોના ભાવ

જુઓ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ની ટાઇમલાઇન :

વહેલી સવારે 3.30 વાગ્યે ઍર સ્ટ્રાઇક શરુ થઈ.

ઍરફોર્સને આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં 35થી 40 મિનિટનો સમય લાગ્યો અને વિમાનો ભારતીય સરહદમાં પરત આવી ગયા.

ભારતીય મિરાજ વિમાનો 3થી 4 મિનિટની અંદર જ પીઓકેમાં ઘુસી ગયા.

ભારતીય લડાકૂ વિમાનોએ 2300 કિલોમીટરની ઝડપે ઉડાન ભરી.

મિરાજ 2000 ફાઇટર જેટ મલ્ટી રોલ કૉમ્બેટ વિમાન છે.

READ  ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ 2 MLA દ્વારા પહેલા ક્રોસ વોટિંગ પછી રાજીનામું

મિરાજ ઍર શો ઍર ટૂ ઍર અને ઍર ટૂ સરફેસ મિસાઇલ દાગવામાં નિષ્ણાત છે.

આ વિમાનોએ 1000 કિલોના કુલ 10 બૉંબ આતંકી ઠેકાણાઓ પર વરસાવ્યા. લેઝર ગાઇડ બૉંબનો ઉપયોગ કરાયો.

પાકિસ્તાની સેના સતત સીઝફાયર વાયલસેશન કરી ભારતીય આર્મી એંગેજ રાખવામાં લાગેલી હતી, પણ તેમને જરાય ખ્યાલ પણ નહોતો કે ભારત આ વખતે ઍર સ્ટ્રાઇક કરી શકે છે.

શું છે આલ્ફા 3 કંટ્રોલ રૂમ ?

આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદનો આલ્ફા 3 કંટ્રોલ રૂમ ધ્વસ્ત કરી દેવાયો છે. આ કંટ્રોલ રૂમમાં આતંકીઓને પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અહીં જુદા-જુદા તબક્કામાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આત્મઘાતીઓને તૈયારકરી તેમને આંતરરાષ્ટ્રીય સરહદ ક્રૉસ કરાવવામાં આવતી હતી. આ આતંકીઓનું લૉંચિંગપૅડ હતું. અથવા એમ પણ કહી શકાય કે આલ્ફા 3 કંટ્રોલ રૂમ આતંકીઓની ફૅક્ટરી હતી.

READ  વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

[yop_poll id=1818]

FB Comments