આ પ્રશ્નોના જવાબ જલ્દી નહી મળે તો ભારતીય ટીમ માટે વલ્ડૅકપ જીતવો મુશ્કેલ!

30મીના રોજ શરૂ થવા જઈ રહેલા વલ્ડૅકપ માટે બધી જ ટીમોની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ભારતીય ટીમ આ અઠવાડીયે ઈંગ્લેન્ડ પહોંચી જશે. 5 જૂનના રોજ વલ્ડૅકપની પહેલી મેચ દક્ષિણ આફ્રીકાની સાથે છે.

 

વલ્ડૅકપ માટે જે 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. તેને લઈને નિષ્ણાંતોની અલગ અલગ સલાહ છે. સૌરવ ગાંગૂલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોએ એક મજબૂત ટીમ કહી છે. તે સિવાય આ ભારતીય ટીમમાં ઘણાં એવા નબળા પાસા જોવા મળી રહ્યાં છે.

 

ચોથા નંબરે બેટિંગ

જ્યારે વલ્ડૅકપ માટે ટીમની પસંદગી થઈ છે ત્યારથી જ મોટો પ્રશ્ન એ બન્યો છે કે નંબર ચાર પર કોણ બેટિંગ કરવા માટે આવશે. 2015 વલ્ડૅકપ પછી અત્યાર સુધી ભારતીય ટીમમાં ચોથા નંબર પર 10થી વધારે બેટ્સમેનો બેટિંગ કરી ચૂક્યા છે પણ કોઈ આ ક્રમ પર એવી બેટિંગ કરી નથી શક્યા કે જેની પર વિશ્વાસ કરી શકાય.

આ વલ્ડૅકપમાં પસંદગીકર્તાઓએ ઓલ રાઉન્ડર ખેલાડી વિજય શંકર, કે.એલ.રાહુલ અને દિનેશ કાર્તિકને આ સ્થાન માટે પસંદ કર્યા છે. વિજય શંકરની વાત કરીએ તો આ સમયમાં તેમનું ફોર્મ સૌથી મોટો ચિંતાનો વિષય છે. તે IPLમાં પણ જોઈએ એવું પ્રદર્શન કરી શકયા નહતા સાથે જ તેમને વલ્ડૅકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રમવાનો અનૂભવ પણ નથી.

READ  ખાનગી સેક્ટરની દેશની સૌથી મોટી પેન્શન યોજનામાં મોદી કરવાના છે સૌથી મોટો બદલાવ, કરોડો લોકોને થશે તેનો સીધો ફાયદો

કે.એલ.રાહુલનું IPLમાં પ્રદર્શન જોતા ચોથા નંબર માટે બેટિંગ કરવા માટે તેમને તક આપવાની સંભાવના વિજય શંકરની જગ્યાએ વધારે છે. ત્યારે વલ્ડૅકપમાં આ ક્રમ પર તેમને સફળ થવા માટે આશંકાઓ બનેલી છે. કે.એલ. રાહુલના સારા પ્રદર્શન ન કરવા પર દિનેશ કાર્તિકને આ ક્રમ પર મોકલી શકાય છે પણ તેમને આ નંબર પર ઘણી વાર તક આપવામાં આવી છે પણ તેઓ સફળ રહ્યાં નથી.

આ પણ વાંચો: વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી

જો વલ્ડૅકપમાં વિજય શંકર, કે.એલ.રાહુલ અને દિનેશ કાર્તિક જો ચોથા ક્રમને ના સંભાળી શકયા તો એક માત્ર વિકલ્પ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ટીમ મેનેજમેન્ટને મુશ્કેલી છે કે ધોનીને ચોથા નંબરે બેટિંગ કરવા માટે મોકલે તો તે જલ્દી જ આઉટ થઈ જાય છે અને પછી કોઈ બેટસમેન એવો નથી કે ઈનિંગને લાંબી ખેંચી શકે.

READ  IND vs BAN: રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર, મેદાન પર બંને ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ VIDEO

વલ્ડૅકપમાં ચોથા ક્રમની બેટિંગનું મહત્વ

ટીમમાં દરેક ક્રમની બેટિંગનું એક અલગ મહત્વ હોય છે પણ છેલ્લા વલ્ડૅકપ ટૂર્નામેન્ટ પર નજર કરીએ તો ભારતીય ટીમનું પ્રદર્શન ચોથા ક્રમની બેટિંગ પર ખૂબ આધાર રાખે છે. ભારત પ્રથમવાર 1983માં વલ્ડૅકપ ચેમ્પિયન બન્યું હતું. ત્યારે યશપાલ શર્મા અને સંદીપ પાટીલે ચોથા નંબરની બેટિંગ પર મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારત જ્યારે 2011માં બીજી વખત વલ્ડૅકપ ચેમ્પિયન બન્યું ત્યારે વિરાટ કોહલી અને યુવરાજ સિંહે ચોથા નંબરની બેટિંગ પર મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત છેલ્લા 2015ના વલ્ડૅકપના સેમીફાઈનલમાં પહોંચ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં પણ ચોથા નંબરની બેટિંગનું મહત્વનું યોગદાન છે. 2003ના વલ્ડૅકપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યુ હતુ અને ત્યારે મોહમ્મદ કેફે આ ક્રમે મહત્વપૂર્ણ ઈનિંગસ રમી હતી.

સ્પિનર ભારતની મજબૂતી પણ આ સમયે ચિંતાનો વિષય

લગભગ છેલ્લા 4 વર્ષોથી ભારતના સ્પિનર બોલરો તેમની મજબૂતી બનીને ઉભા છે. ખાસ કરીને યૂજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પણ વલ્ડૅકપને લઈને ભારત માટે સ્પિનર ચિંતાનો વિષય બની રહ્યાં છે. તેનું પહેલું કારણ છે કે ઈંગલેન્ડની પીચ, જે ફાસ્ટ બોલર્સ માટે સારી માનવામાં આવે છે.

READ  ઈંગ્લેન્ડની સામે ભારત હાર્યું અને પાકિસ્તાનની ટીમના સમર્થકોએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો

5 વર્ષમાં ઈંગ્લેન્ડમાં 65 વન-ડે મેચ રમાઈ છે. જેમાં કુલ 802 વિકેટ બોલર્સે લીધી, તેમાં 564 વિકેટ ફાસ્ટ બોલર્સ અને 238 વિકેટ સ્પિનર બોલર્સે લીધી છે. તે સિવાય પણ ભારત માટે યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ બંને અલગ અલગ કારણથી ચિંતાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો: ધોરણ 10નું 66.97 ટકા પરિણામ, સુરત જિલ્લો પ્રથમ ક્રમે

ગયા વર્ષે વન-ડે સીરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ ગયા હતા. ત્યારે કુલદીપનું પ્રદર્શન તો સારૂં રહ્યું હતુ પણ ચહલ માત્ર 2 વિકેટ જ લઈ શકયા હતા, જે મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. સ્પિનરોની આ સ્થિતી જોઈને ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે પસંદગીકર્તાઓને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમાર સિવાય પણ વધુ એક ફાસ્ટ બોલરની પસંદગી કરવી જોઈતી હતી. જે સ્પિનરોના ચાલવાની જગ્યાએ ઈંગ્લેન્ડમાં ભારતીય બોલરોને મદદ કરી શકે.

 

No citizen whether of minority or not has no reason to worry as long as Narendra Modi is PM: Shah

FB Comments